તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે; તેમને વિના કારણ મારી સાથે લડાઇ કરવી છે.
Cross references
બીજે દિવસે સવારે યોનાથાને શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં કહ્યું, “મુરબ્બી, તમાંરે તમાંરા જમાંઈ અને સેવક દાઉદને અન્યાય ન કરવો જોઈએ. તેણે તમાંરું કંઈ બગાડયું નથી, તેણે જે કંઈ કર્યુ છે તેનાથી તો તમને લાભ જ થયો છે.
“આપ માંરી તમાંરા સેવકની પાછળ કેમ પડ્યાં છો? મેં શો ગુનો કર્યો છે? મેં કયું કાવતરું કર્યુ છે?
આબ્શાલોમે રાજા દાઉદના સલાહકારોમાંનો એક અહીથોફેલને એના નગર ગીલોનીથી બોલાવ્યો, તે વખતે આબ્શાલોમ યજ્ઞ અર્પણ કરતો હતો. આબ્શાલોમનું કાવત્રું સારી રીતે પાર પડી રહ્યું હતું અને ઘણા લોકો તેને સાથ આપી રહ્યાં હતા. આબ્શાલોમના ટેકેદારોની સંખ્યા પણ વધતી ગઈ.
તેણે દાઉદને અપશબ્દો કહ્યાં, “ઓ ખૂન કરનાર, લોહી તરસ્યા! અહીંથી ચાલ્યો જા!
તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે.
ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે. બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે, વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.
મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ. આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે.
કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી. ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે.
ઘાતકી માણસો છુપાઇ રહીને મારો જીવ લેવા કેવા રાહ જોઇ રહ્યાં છે! હે યહોવા, મેં કોઇ પાપ કર્યુ છે કે કોઇ અપરાધ કર્યો છે, કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે, એવું નથી.
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના વાળથી વધારે છે; હું નિદોર્ષ છું છતાં મારો સંહાર કરવાની યોજના ઘડનારાં વધુ શકિતશાળી બન્યાં છે. તે શત્રુઓ મારા વિષે અસત્ય બોલે છે. કહે છે મેં વસ્તુઓ ચોરી હતી. તેઓએ મેં જે વસ્તુઓ ચોરી ન હતી તેનું ભરણ કરવા મને ફરજ પાડે છે.
મને જળપ્રલયની જેમ દરરોજ ઘેરી લે છે, અને તેઓએ મને ડૂબાડી દીધો છે.
એફ્રાઇમે મને જૂઠાણાથી ઘેરી લીધો. ઇસ્રાએલી લોકોએ મને તેમની છેતરપિંડીવાળા કૃત્યોથી ઘેરી લીધો. ગમે તેમ, યહૂદા હજી પણ દેવન પ્રત્યે, તેના વિશ્વાસુ પવિત્ર દેવ પ્રત્યે, અસ્થિર છે.
તે લોકો વચ્ચે જે કામો મેં કર્યા છે તે કામો આજપર્યંત કોઈએ કર્યા નથી. જો મેં તે કામો ના કર્યા હોત તો તેઓ પાપના ગુનેગાર ના થયા હોત. પરંતુ તેઓએ આ કામો જોયા છે જે મે કર્યા છે અને છતાં તેઓ મને અને મારા પિતાને ધિક્કારે છે.