તેમણે તેઓને વૈરીઓના હાથમાંથી તાર્યા; અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા.
Cross references
આ રીતે તે દિવસે યહોવાએ ઇસ્રાએલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇસ્રાએલીઓએ મિસરીઓને સમુદ્ર કિનારે મૃત હાલતમાં પડેલા જોયા.
શત્રુ મનમાં બબડે છે, ‘હું પકડીશ પાછળ પડી, અને હું તેમનું ધન સધળુ લઈશ. હું બધું જ માંરી તરવાર વડે લઈ જઈશ. હું માંરે માંટે બધુંજ રાખીશ.’
યહોવા, તમે તમાંરા લોકોને છોડાવ્યા, તમાંરા પ્રેમ અને કરુણાથી તમે એમને તમાંરા બાહુબળના પરાક્રમે; તમાંરા પવિત્ર રોચક ધામમાં લઈ આવ્યા.
અને મિસરનું લશ્કર તેના ઘોડા અને રથો તમાંરો પીછો કરતાં હતાં, ત્યારે રાતા સમુદ્રના પાણી તેમના પર ફરી વળે એ રીતે તેમણે તેમનો કેવી રીતે સદંતર વિનાશ કર્યો હતો તે તમે કયાં નથી જાણતા?
તેઁ તેઓની સામે સમુદ્રને વિભાજીત કર્યો. જેથી તેઓ તેમાંથી કોરી જમીન પરથી જઇ શકે. તેં તેઓની પાછળ પડેલાઓને ઊંડા સાગરમાં ફેંકી દીધા, અને જેમ એક પથ્થરને વિશાળ સમુહમાં ફેકવામાં આવે.
મેં તને પૂછયું હતું! કે, મેં તમારી સલાહ માટે પૂછયું હતું?
આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું! અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!
જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ, કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
હું તમને મિસરમાંથી બહાર લઇ આવ્યો, મેં તમને ગુલામીમાંથી મુકત કર્યા અને તમને દોરવણી આપવા માટે મેં મૂસાને, હારુનને અને મરિયમને મોકલ્યાં હતાં.