Home Bibles ગીતશાસ્ત્ર 105:5 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 105:5 · ગુજરાતી બાઇબલ

તેણે જે આશ્ચર્યકારક કમોર્ કર્યા છે તે તથા તેનાં ચમત્કરો અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.

Cross references

પુનર્નિયમ 7:18

પરંતુ તમે તેમનાથી ગભરાશો નહિ, તમાંરા યહોવા દેવે ફારુન તથા મિસર દેશના જે હાલ કર્યા હતા તેનું સ્મરણ કરવું.

પુનર્નિયમ 8:2

યાદ રાખો કે તમને નમ્ર બનાવવા, તમાંરી કસોટી કરવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે કેમ, એ જાણવા માંટે તમાંરા દેવ યહોવાએ આ ચાળીસ વર્ષ સુધી તમને રણમાં ઠેર ઠેર ફેરવ્યા.

પુનર્નિયમ 32:7

ભૂતકાળનું તમે જરા સ્મરણ તો કરો; કેવા હતા તમાંરા પૂર્વજો! પૂછો તમાંરા પિતાને, તે તમને કહેશે; પૂછો તમાંરા વડીલોને, તે પણ જણાવશે.

ગીતશાસ્ત્ર 40:5

હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે. તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે. તમારા જેવું કોઇ નથી ! હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.

ગીતશાસ્ત્ર 77:11

શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે? અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.

ગીતશાસ્ત્ર 77:12

હું તમારાં સર્વ કામોનું મનન કરીશ, અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.

ગીતશાસ્ત્ર 103:2

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો! ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.

ગીતશાસ્ત્ર 119:13

મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.

યશાયા 43:18

પરંતુ હવે તે સર્વ ભૂતકાળનું સ્મરણ કરવાની જરૂર નથી. પહેલાં મેં જે કર્યુ હતું તેનો વિચાર ન કરો.

લૂક 22:19

પછી ઈસુએ કેટલીએક રોટલી લીધી. તેણે રોટલી માટે દેવની સ્તુતિ કરી અને તેના ટૂકડા કર્યાં. તેણે તે ટૂકડા શિષ્યોને આપ્યા. પછી ઈસુએ કહ્યું કે, “આ રોટલી મારું શરીર છે કે જે હું તમારા માટે આપું છું. મારી યાદગીરીમાં આ કરો.”

1 કરિંથીઓને 11:24

અને તેના માટે સ્તુતિ કરી. પછી તેણે રોટલીના ભાગ પાડ્યા અને કહ્યું કે, “આ મારું શરીર છે; તે તમારા માટે છે. મને યાદ કરવા માટે એમ કરો.”

પ્રકટીકરણ 16:7

અને મેં વેદીને એમ કહેતાં સાભળી કે:“હા, પ્રભુ દેવ, સર્વશક્તિમાન, તારા ન્યાયના ચૂકાદા સત્ય તથા યથાર્થ છે.”

પ્રકટીકરણ 19:2

તેના ન્યાય ચૂકાદા સત્ય તથા બરાબર છે. આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે. તેણે દુનિયાને તેનાં વ્યભિચારનાં પાપથી ભ્રષ્ટ કરી. આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે અને તેના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”

Interlinear

Choose Theme