તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે અને તેના માગોર્ને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ; હાલેલૂયા!
Cross references
મૂસાએ લોકોને જણાવ્યું, “હે ઇસ્રાએલી પ્રજાજનો, હું તમને જે કાયદાઓ અને નિયમો શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; તો તમે જીવતા રહી શકશો અને તમાંરા પિતૃઓના દેવ યહોવા જે ભૂમિ તમને આપી રહ્યા છે, તેમાં પ્રવેશ કરી શકશો અને તેનો કબજો પણ તમને મળશે.
આજે હું તમને જે કાનૂનો અને નિયમો આપું છું તેનું તમે પાલન કરજો, જેથી તમાંરું અને તમાંરાં સંતાનોનું ભલું થાય અને તમાંરા યહોવા દેવ જે ભૂમિ તમને આપે છે તેમાં તમે દીર્ધકાળ વસો અને દીર્ધાયુ ભોગવો.”
અને જો તમાંરે જીવતા રહેવું હોય, સુખી થવું હોય અને જે ભૂમિનો કબજો તમે પ્રાપ્ત કરવાના છો તેમાં દીર્ધાયુ ભોગવવું હોય તો તમે તમાંરા દેવ યહોવાએ આપેલા માંર્ગ પર જીવન ગુજારજો.
ત્યારે તમાંરે કહેવું, ‘અમે મિસરમાં ફારુનના ગુલામ હતા. યહોવા તેમના મહાન પરાક્રમ વડે અમને મિસરમાંથી મુકત કરીને બહાર લાવ્યા.
જેથી તેઓ સહુ દેવનો આશા રાખે, અને દેવનાં અદભૂત કાર્યોને વિસરી જાય નહિ, અને તેમની આજ્ઞાઓને પાળે.
યહોવાની સ્તુતિ કરો! યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે, તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
યહોવાની સ્તુતિ કરો! તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો! તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
દેવ કહે છે, “હું તમને બધાને પરદેશોમાંથી બહાર કાઢી એકત્ર કરીને તમારી પોતાની ભૂમિમાં પાછા લાવીશ.
હું તમારામાં મારા પોતાના આત્માનો સંચાર કરીશ, તમે મારા નિયમો પ્રમાણે ચાલો, ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરોતો એમ કરીશ.
હું એમ કહેવા માંગુ છું કે તમે કૃપાથી તારણ પામ્યા છો. અને તે કૃપા તમને વિશ્વાસથી મળેલી છે. તમે તમારી જાતે તારણ પામ્યા નથી. તે દેવનું દાન છે.
તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.
આકાશમાં તે લોકોએ પણ કહ્યું કે:“હાલેલુયા! તે સળગે છે અને તેનો ધુમાડો સદા-સર્વકાળ ઊચે ચડે છે.”