Home Bibles ગીતશાસ્ત્ર 105:28 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 105:28 · ગુજરાતી બાઇબલ

દેવે પૃથ્વી પર ખૂબ ગાઢ અંધકાર મોકલ્યો, છતાંય મિસરવાસીઓએ તેમને ધ્યાનથી સાંભળ્યાં નહોતા.

Cross references

નિર્ગમન 10:21

પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથોને આકાશ તરફ ફેલાવ. એટલે ગાઢ અંધકાર મિસર દેશને ઢાંકી દેશે, એ અંધકાર એટલો બધો ગાઢ હશે કે તમે તેને સ્પર્શ કરીને અનુભવી શકશો.”

નિર્ગમન 10:22

એટલે મૂસાએ હવામાં આકાશ તરફ હાથ ઉગામ્યો અને પ્રગાઢ અંધકારે મિસર દેશને ઢાંકી દીધો. મિસરમાં ત્રણ દિવસ સુધી અંધકાર રહ્યો.

1 શમુએલ 12:14

જો તમે તમાંરા દેવ યહોવૅંથી ડરીને ચાલશો, તેની સેવા કરશો, તેની આજ્ઞાનું પાલન કરશો તેનો વિરોધ કરશો નહિ, તમે અને તમાંરો રાજા તેને અનુસરશો તો તમને આંચ પણ નહિ આવે.

ગીતશાસ્ત્ર 99:7

તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી, તેઓ તેમને આપેલા તેના આદેશો અને કાયદાને અનુસર્યા.

યર્મિયાનો વિલાપ 2:4

તેઓ ઉદ્ધત અને હઠીલા છે, તેમની વચ્ચે હું તને મોકલું છું, તું તેમને મારી વાણી સંભળાવજે.

યર્મિયાનો વિલાપ 2:8

“હે મનુષ્યના પુત્ર, હું જે કહું છું તે સાંભળ, એ બંડખોરોની જેમ તું બંડખોર થઇશ નહિ, તારુ મુખ ઉઘાડ અને હું તને આપું છું તે તું ખાઇ જા.”

યોએલ 2:2

અંધકાર અને વિષાદનો તે દિવસ છે. વાદળો અને અંધકારનો દિવસ. પર્વતો પર પથરાતા ઘાટા પડછાયા જેવું બળવાન અને વિશાળ સૈન્ય જેવું દેખાય છે. એવું પહેલાં કદી બન્યું નથી કે, ભવિષ્યમાં કદી જોવા નહિ મળે, મોટી તથા બળવાન પ્રજા આવશે.

યોએલ 2:31

યહોવાનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાઁ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઇ જશે.

લૂક 23:44

તે લગભગ બપોર હતી, પરંતુ સમગ્ર વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યા સુધી અંધકાર છવાયો હતો.

2 પિતરનો પત્ર 2:4

જ્યારે દૂતોએ પાપ કર્યુ ત્યારે, દેવે તેઓને પણ શિક્ષા કર્યા વગર છોડ્યા નહિ. ના! દેવે તેઓને નરકમા ફેકી દીધા. અને દેવે તે દૂતોને અંધકારના ખાડાઓમાં ન્યાયકરણનો દિવસ આવે ત્યાં સુધી ત્યાં રાખ્યા.

2 પિતરનો પત્ર 2:17

તે ખોટા પ્રબોધકો એવી નદીઓ સમાન છે જેમાં પાણી નથી. તેઓ વાદળા જેવા છે જે વંટોળિયામાં ફૂંકાઇ જાય છે, તેઓના માટે ઘોર અંધકારવાળું સ્થાન રાખવામાં આવ્યું છે.

Interlinear

Choose Theme