Home Bibles ગીતશાસ્ત્ર 104:26 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 104:26 · ગુજરાતી બાઇબલ

અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે; વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.

Cross references

ઊત્પત્તિ 7:18

પાણી ચઢતાં જ ગયા અને ખૂબ વધી ગયા, અને વહાણ પાણી ઉપર તરવા લાગ્યું.

ઊત્પત્તિ 49:13

“ઝબુલોન દરિયાકાંઠે રહેશે જે વહાણોનું બંદર બનશે. અને તેની સીમાં છેક સિદોન સુધી પહોંચશે.”

અયૂબ 3:8

કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે. તો તેઓને હું જન્મ્યો હતો તે દિવસને શાપ ઉપર શાપ આપવા દો.

અયૂબ 41:1

“અયૂબ, શું તું મહાકાય સમુદ્રના પ્રાણીને માછલી પકડવાના આંકડાથી પકડી શકે છે? શું તું તેની જીભ દોરીથી બાંધી શકશે?

ગીતશાસ્ત્ર 74:14

પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.

ગીતશાસ્ત્ર 107:23

જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,

યશાયા 27:1

તે દિવસે યહોવા પોતાની ભયાવહ અને સખત મોટી મજબૂત તરવાર વડે વેગવાન ગૂંછળિયા સાપ લિવયાથાનને એટલે સમુદ્રના અજગરને શિક્ષા કરશે.

યર્મિયાનો વિલાપ 27:9

ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતાં હતાં. દેશપરદેશથી સાગરના બધાં વહાણોના ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.’

Interlinear

Choose Theme