Home Bibles નીતિવચનો 6:34 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 6:34 · ગુજરાતી બાઇબલ

કારણ કે ઇર્ષ્યાથી ધણીનો રોષ ભભૂકી ઊઠશે અને તે વૈર વાળતી વખતે જરાય કાચું રાખશે નહિ.

Cross references

ઊત્પત્તિ 39:19

પછી શેઠે જયારે પોતાની પત્નીની વાત સાંભળી કે, “તમાંરા નોકરે માંરી સાથે આવું વર્તન કર્યુ છે,” ત્યારે તે ગુસ્સામાં રાતોપીળો થઈ ગયો.

ગણના 5:14

અને છતાં તેના પતિને તેના પર શંકા જાય; અથવા પત્નીએ વ્યભિચારનું પાપ કર્યુ ના હોય તો પણ તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય તો પતિએ તેને યાજક પાસે લઈ જવી.

ગણના 25:11

“હારુન યાજકના પુત્ર એલઆઝારના પુત્ર ફીનહાસે ઇસ્રાએલીઓ પરનો માંરો ક્રોધ શાંત કર્યો, એ લોકોમાં માંરા પ્રત્યેની નિષ્ઠાનો અભાવ જોઈ એણે એટલો બધો રોષ વ્યક્ત કર્યો, માંરો ક્રોધ શમી ગયો, જેથી મેં એમનો નાશ ન કર્યો.

ન્યાયાધીશો 19:29

આથી તેણે તેને ઉપાડીને ગધેડા ઉપર મૂકી અને તે ઘેર જવા નીકળ્યો. ઘરે પહોંચ્યા પછી તેણે એક છરો લીધો અને તેના શરીરના કાપીને બાર ટુકડા કર્યા પછી તે ટુકડાઓ તેણે આખા ઈસ્રાએલમાં મોકલી આપ્યા.

2 શમએલ 11:5

તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને તેણે દાઉદને સંદેશો મોકલ્યો કે, “મને ગર્ભ રહ્યો છે.”

નીતિવચનો 27:4

ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે, પણ ઇર્ષ્યા આગળ કોણ ટકી શકે?

સભાશિક્ષક 8:6

મને તારા હૃદયની મુદ્રા તરીકે અથવા તારા હાથ પરની વીંટી તરીકે મને સ્થાપન કર. કારણકે પ્રેમ મૃત્યુ સમાન બળવાન છે અને ઇર્ષા કબર જેવી ક્રૂર છે, અતિ પ્રજવલિત આગની જેમ તે ભડકે બળે છે અને તેની જવાળા ઘણી પ્રબળ છે.

1 કરિંથીઓને 10:22

શું આપણે પ્રભુને ઈર્ષ્યાળુ બનાવવા માગીએ છીએ? શું આપણે તેનાથી વધુ જોરાવર છીએ? ના!

Interlinear

Choose Theme