Cross references
યહોવાએ જોયું કે, પૃથ્વી પરના લોકો બહુ જ દુષ્ટ છે. યહોવાએ જોયું કે, સતત મનુષ્ય માંત્ર વાતો જ વિચારે છે.
તે રાત્રે પલંગમાં જાગતો રહે છે અને કપટ કરવાની યોજના ઘડે છે; તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે. અને તે દુષ્ટતાથી કંટાળતો નથી.
કારણ, તેમના પગ દુષ્ટ પાપ કરવા ઉતાવળા હોય છે અને હત્યા કરવાને દોડી જતા હોય છે.
દુષ્ટ લોકોની યોજનાઓથી યહોવા ધિક્કારે છે, પરંતુ તેમની દ્રષ્ટિએ દયાળુ શબ્દો પવિત્ર છે.
જે ભૂંડુ કરવા માટે યુકિતઓ રચે છે, તે લોકોમાં ઉપદ્રવી માણસ તરીકે ઓળખાય છે.
દુષ્ટ કૃત્યો કરવા તેમના પગ દોડી જાય છે, ને નિદોર્ષનું લોહી રેડવા તેઓ ઉતાવળા થાય છે, તેઓ હંમેશા કાવાદાવાના જ વિચાર કરતા હોય છે, અને પોતાની પાછળ વિનાશ અને પાયમાલી મુકતા જાય છે,
હે યરૂશાલેમ, તારા અંતરમાંથી પાપને ધોઇ નાખે, તો કદાચ તું બચી જાય, તું ક્યાં સુધી તારા અંતરમાં પાપી વિચારો સંઘર્યા કરીશ?
જેઓ પોતાની પથારીમાં જાગૃત રહીને પાપી યોજનાઓ અને દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે તેઓને ધિક્કાર છે! પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે.
બીજાઓને નુકસાન કરવાની યોજનાઓ કરશો નહિ; અને કદી કોઇ જૂઠા સમ ખાવા નહિ; કારણ હું આ સર્વ કૃત્યોને ધિક્કારું છું,” એવું યહોવા કહે છે.
“બીજા લોકોને ઈજા કરવા અને મારી નાખવા લોકો હંમેશા તત્પર હોય છે;