નીતિવચનો 31:21 · ગુજરાતી બાઇબલ
તેનાં ઘરના સભ્યો માટે તેને શિયાળાની બીક નથી. તેનાં આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.
Cross references
ઊત્પત્તિ 45:22
પછી તેણે તેના દરેક ભાઇને એક જોડ કપડાં આપ્યાં; પરંતુ બિન્યામીનને 300 તોલા ચાંદી અને પાંચ જોડ સારાં કપડાં આપ્યાં.
2 શમએલ 1:24
ઓ ઇસ્રાએલની પુત્રીઓ, શાઉલને માંટે વિલાપ કરો. તેણે તમને સર્વને સુંદર કિરમજી વસ્ત્રો પહેરાંવ્યાં, અને તમને સુવર્ણ આભૂષણોથી શણગાર્યાં.
નીતિવચનો 25:20
ઊદાસ વ્યકિતની આગળ ગીતો ગાવાં તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેવા જેવું છે, અથવા ઘા ઉપર સરકો રેડવા જેવું છે.
નાહૂમ 2:4
રથો ગલીઓમાં ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે. તેઓ ચોકમાં ઉપર નીચે ઉતાવળે ઘસી રહ્યાં છે સળગતી મશાલની જેમ દોડે છે અને વીજળીની જેમ જ્યાં ત્યાં ત્રાટકવાના હોય તેવા દેખાય છે.