Home Bibles નીતિવચનો 28:21 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 28:21 · ગુજરાતી બાઇબલ

પક્ષપાત કરવો એ યોગ્ય નથી; તેમ જ કોઇ માણસ રોટલાના ટૂકડા માટે ગુનો કરે તે પણ સારુ નથી.

Cross references

નિર્ગમન 23:2

“બહુમતીથી દોરવાઈને તમાંરે ખોટું કામ કરવું નહિ, તેમ જ ન્યાયલયમાં સાક્ષી આપતી વખતે ન્યાયના ભોગે બહુમતીનો પક્ષ લેવો નહિ.

નિર્ગમન 23:8

“તમાંરે કદાપી લાંચ લેવી નહિ. કારણ કે લાંચ દેખતાને અંધ બનાવે છે, જેથી તેઓ સત્ય જોઈ શકતા નથી. તે સારા માંણસને ખોટુ બોલતા કરે છે.

પુનર્નિયમ 1:17

ન્યાય કરતી વખતે તમાંરા ઉપર કોઇનો પ્રભાવ ન પડવા દેવો. નાનામોટા સૌની સાથે સમાંન વ્યવહાર કરવો. જે ચુકાદો તમે આપો છો તે દેવનો ચુકાદો છે, તેથી કોઇનાથી ડરવું નહિ. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમાંરે માંરી પાસે લાવવો, હું તેનો નિકાલ કરીશ.’

નીતિવચનો 18:5

ન્યાયાલયમાં દુર્જનની તરફેણ કરીને નિદોર્ષ વ્યકિતને અન્યાય કરવો એ સારું નથી.

નીતિવચનો 24:23

આ જ્ઞાનીઓના વચન છે, ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.

યર્મિયાનો વિલાપ 13:19

મુઠ્ઠીભર જવના દાણા માટે અને રોટલીના ટુકડા માટે તમે મારા નામ પર નિંદા લાવ્યા છો. જેઓએ મૃત્યુ પામવાને યોગ્ય કશું જ કર્યું નથી તેઓને તમે મારી નાખ્યા છે. જેઓ જીવવાને યોગ્ય નથી તેઓને તમે બચાવી લીધા છે. મારા લોકો આગળ તમે જૂઠું બોલો છો.

હોશિયા 4:18

ઇસ્રાએલના પુરુષો દાક્ષારસ પીને વારાંગનાની જેમ વતેર્ છે. એફ્રાઇમના શાસનકર્તાઓને લાંચ પ્રિય છે અને માગે છે. તેઓ લોકો પર શરમ લાવશે.

મીખાહ 3:5

હે જૂઠા પ્રબોધકો, તમે યહોવાના લોકોને ખોટા માગેર્ લઇ જાઓ છો.તમને ખોરાક આપે તેઓને તમે શાંતિ થાઓ એમ કહો છો અને જેઓ નથી આપતા તેઓને તમે ધમકાવો છો. તમારા માટે દેવનો આ સંદેશો છે.

મીખાહ 7:3

તેમના હાથ દુષ્કૃત્યો કરવામાં પાવરધા છે. અમલદારો લાંચ માંગે છે, આદરણીય લોકો પણ નિષ્ઠુરતાથી પોતાના સ્વાર્થનીજ વાતો કરે છે અને પોતાનું ધાર્યું કરે છે.

રોમનોને પત્ર 16:18

એવા લોકો આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરતા નથી. તેઓ ખ્રિસ્તને માનતા નથી. તેઓ તો ફક્ત પોતાની જાતને મઝા પડે એવાં કામો કરતા ફરે છે. જે સીધા-સાદા લોકો ભૂંડું કે પાપ વિષે કશું જાણતા નથી, એમનાં સરળ અને ભોળાં મનને ભરમાવવા તેઓ મીઠી-મીઠી કાલ્પનિક વાતો કરે છે.

2 પિતરનો પત્ર 2:3

આ ખોટા ઉપદેશકો માત્ર નાણાની ઈચ્છા રાખે છે. તેથી તેઓ જે વસ્તુ સાચી નથી તે તમને કહીને તેનો દુરુંપયોગ કરશે. પરંતુ ઘણા સમયથી આ ખોટા ઉપદેશકોનો ન્યાય તોળાઇ ચૂક્યો છે. અને તેઓ તે જે એકથી છટકી શકશે નહિ અને તે તેઓનો નાશ કરશે.

Interlinear

Choose Theme