રાજાની હાજરીમાં પોતાની બડાઇ ન કરવી. મોટા માણસોની જગાએ ઊભા ન રહેવું.
Cross references
પરંતુ મૂસાએ દેવને કહ્યું, “હું કોણ કે ફારુન પાસે જનારો અને ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લાવનારો?”
ત્રણ દિવસ પહેલાં જે ગધેડાં ખોવાઈ ગયાં હતાં તે વિષે ચિંતા કરીશ નહિ, તે મળી ગયા છે. પણ બધા ઇસ્રાએલીઓ તમાંરી અને તમાંરા કુટુંબની ભણી જોઇ રહ્યાં છે.”
શમુએલે કહ્યું, “જયારે તેઁ વિચાર્યુ તું કાઇ પણ નથી, યહોવાએ તને ઇસ્રાએલીઓનો રાજા બનાવ્યો, અને હવે તું ઇસ્રાએલના કુળસમૂહોનો મુખી છે.
દાઉદે જવાબ આપ્યો, “હું એવો તે કોણ છું ને માંરા પરિવારનું ઇસ્રાએલમાં એવું તે કયું સ્થાન છે કે હું રાજાનો જમાંઈ થાઉં?”
“તો તારે માંરા સેવક દાઉદને એમ કહેવું પડશે કે, ‘સર્વસમર્થ યહોવાનાં આ વચન છે; તું જ્યારે બહાર ચરાણમાં ઘેટાંઓનું ધ્યાન રાખતો હતો. ત્યારે હું તને લઇ આવ્યો અને તને માંરી ઇસ્રાએલ પ્રજાનો આગેવાન મેં બનાવ્યો.
હે યહોવા હું ગવિર્ષ્ઠ નથી, હું કદી અગત્યના માણસ તરીકે વર્તતો નથી. હું મારી જાતને કદીય “મહાન વસ્તુઓ” સાથે સંડોવતો નથી જે કરવું મારા માટે અતિ ભયપ્રદ હોય.
ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનીની લૂંટના ભાગીદાર થવા કરતાં વધારે સારું છે.
વધુ પડતું મધ ખાવું સારું નહિ, પોતાની મોટાઇ પોતે ગાવામાં મોટાઇ નથી.
તારાં વખાણ બીજાને કરવા દે, તારે મોઢે ન કર; પારકો ભલે કરે, તું ન કર.
મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!”
વળિ અમાસ્યાએ આમોસને કહ્યું, “ઓ થઇ પડેલા દ્રષ્ટા, ભાગ! યહૂદિયાના દેશમાં ચાલ્યો જા! અને ત્યાં તારો પ્રબોધ કર. અને રોટલો ખા.