Home Bibles નીતિવચનો 25:3 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 25:3 · ગુજરાતી બાઇબલ

જેમ આકાશની ઊંચાઇ તથા પૃથ્વીની ઊંડાઇની જેમ રાજાનું મન પણ અગાધ છે.

Cross references

1 રાજઓ 4:29

દેવે સુલેમાંનને ઘણું ડહાપણ તથા વિવેકબુદ્ધિ તથા સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ વિશાળ સમજણશકિત આપ્યાં હતાં.

ગીતશાસ્ત્ર 103:11

કારણ તેના ભકતો પરની તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.

યશાયા 7:11

“યહોવાને, તારા દેવને એંધાણી બતાવવા કહે; પછી ભલે એ નીચામાં નીચા પાતાળમાંથી કે, ઊંચામાં ઊંચા આકાશમાંથી બતાવે.”

યશાયા 55:9

કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ મારા માગોર્ તમારા માગોર્થી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.”

રોમનોને પત્ર 8:39

આપણા ઉપર કે આપણી નીચે કે સજાર્યેલ જગતમાં સૌથી વધ શક્તિશાળી હોય એવું કોઈ તત્વ કે કોઈ પણ વસ્તુ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં રહેલા દેવના પ્રેમથી આપણને કદી પણ જુદા પાડી શકશે નહિ.

1 પિતરનો પત્ર 1:7

આ મુશ્કેલીઓ શાથી ઉદભવશે? એ સાબિત કરવા કે તમારો વિશ્વાસ શુદ્ધ છે.વિશ્વાસની આ શુદ્ધતા સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. દેવ અગ્નિથી સોનું પારખી શકે છે, પરંતુ આમ કરવાથી સોનાનો નાશ થશે. તમારા વિશ્વાસની શુદ્ધતા જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તમારે માટે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.

Interlinear

Choose Theme