પોતાના પડોશી વિરૂદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડી, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.
Cross references
તું દુષ્ટ યોજનાઓ બનાવે છે. તારી જીભ અણીદાર અસ્રા જેવી છે. તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે. શબ્દો તેલ કરતાય વધુ નરમ છે, પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.
મારું જીવન જોખમમાં છે. હું માનવભક્ષી સિંહોનાં જેવા હિંસક દુશ્મનોથી ઘેરાયો છું. તેમના દાંત તીર ને ભાલાં જેવા છે, તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે.
હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો? તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે; અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.
વગર વિચારવાળી વાણી તરવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની વ્યકિતના શબ્દો ઘા રૂઝાવે છે.
કારણ વગર તારા પડોશી વિરૂદ્ધ સાક્ષી પૂરીશ નહિ, તારે મોઢે તેની વિરૂદ્ધ ખોટું બોલીશ નહિ.
યહોવા કહે છે, “તેઓ ધનુષ્યની માફક પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યના બાણો ફેંકે છે. તેઓ સત્યની પરવા કરતા નથી અને તેઓ વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે; તેઓ મારી પણ પરવા કરતા નથી.”
તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે. બધા મોઢે મીઠું બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.”
જીભ એક અજ્ઞિની જવાળા જેવી છે. તે આપણા શરીરના અવયવોમાં દુષ્ટતાના જગત જેવી છે. અને આપણા અસ્તિત્વને અસર કરે છે તથા આપણા આખા શરીરને પ્રદુષિત કરે છે, તે નરકમાંથી અજ્ઞિ પ્રાપ્ત કરીને આગની શરુંઆત કરે છે, જે આપણા સમગ્ર જીવનચક્રને અસર કરે છે.