Home Bibles નીતિવચનો 24:30 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 24:30 · ગુજરાતી બાઇબલ

હું આળસુ વ્યકિતના ખેતરમાંથી જઇને તથા મૂઢ માણસની દ્રાક્ષાવાડી પાસેથી પસાર થતો હતો.

Cross references

અયૂબ 4:8

મને એવો અનુભવ છે કે, જેઓ પાપ અને અડચણો વાવે છે, તેઓ તેવું જ તે લણે છે.

અયૂબ 5:27

અમે આ વાતનો અભ્યાસ કર્યો અને અમે જાણીએ છીએ કે તેઓ સાચા છે. તારા પોતાના ભલા માટે મારી આ સલાહને તું ધ્યાનમાં લે.”

અયૂબ 15:17

“હું કહું તે સાંભળો; અને હું તો મેં જે જોયું છે, જાણ્યું છે તે જ કહેવાનો છું.

ગીતશાસ્ત્ર 37:25

હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું. છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.

ગીતશાસ્ત્ર 107:42

તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે; અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.

નીતિવચનો 6:6

ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા.

નીતિવચનો 6:32

જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલ વગરનો છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.

નીતિવચનો 10:13

જ્ઞાની માણસની જીભને ટેરવે શાણપણ રહે છે.જ્યારે મૂર્ખને પીઠે ડફણાં પડે છે.

નીતિવચનો 12:11

પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે; પણ નકામી વાતોની પાછળ દોડનાર અક્કલ વગરનો છે.

નીતિવચનો 13:4

આળસુ ઇચ્છે છે ઘણું, પણ પામતો કશું નથી; પણ ઉદ્યમી વ્યકિત પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.

સભાશિક્ષક 4:1

ત્યારબાદ મેં પાછા ફરીને વિચાર કર્યો, અને દુનિયા પર થતાં ત્રાસ અને દુ:ખ નિહાળ્યાં. ત્રાસ સહન કરનારાઓનાં આંસુ લૂછનાર અને તેમને સાંત્વના આપનાર કોઇ નહોતું; તેઓના પર ત્રાસ કરનારાઓ શકિતશાળી હતાં.

સભાશિક્ષક 7:15

આ બધું મેં મારા જીવનનાં વ્યર્થપણામાં જોયું છે. કેટલાક સારા માણસો નેક પણું હોવા છતાં યુવાનવયે જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાંક દુષ્ટ લોકો દુષ્ટતામાં રાચીને પણ લાંબુ આયુષ્ય ભોગવે છે.

સભાશિક્ષક 8:9

આ બધું મે જોયું છે, અને આ દુનિયામાં માણસો એકબીજાને નુકશાન પહોંચાડે છે, દુનિયામાં જે દરેક કામ થાય છે તેમાં મેં મારું અંત:કરણ લગાડ્યું છે, ને ઊંડો વિચાર કર્યો છે.

Interlinear

Choose Theme