Home Bibles નીતિવચનો 24:2 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 24:2 · ગુજરાતી બાઇબલ

કારણ, તેમનાં મન હિંસાના વિચારો કરે છે અને તેમના મોઢેથી ઉપદ્રવની વાણી નીકળે છે.

Cross references

1 શમુએલ 23:9

દાઉદને તેની વિરુદ્ધ શાઉલની યોજનાની ખબર પડી. દાઉદે અબ્યાથાર યાજકને એફોદ લઇ આવવા કહ્યું.

એસ્તેર 3:6

અને મોર્દખાય યહૂદી છે એવી જાણ થતાં ફકત મોર્દખાયનો જીવ લઇને સંતોષ માનવાને બદલે તેણે આખા સામ્રાજ્યમાંથી એકેએક યહૂદીનો નાશ કરવાનો નિશ્ચય કર્યો.

અયૂબ 15:35

દુષ્ટ લોકો હમેશા હેરાન કરવા માટે દુષ્ટ યોજનાઓ બનાવે છે. તેઓ હંમેશા લોકોને છેતરવાની યોજનાઓ બનાવતા હોય છે.”

ગીતશાસ્ત્ર 7:14

એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે. તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે અને જૂઠને જન્મ આપે છે.

ગીતશાસ્ત્ર 10:7

તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે. તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.

ગીતશાસ્ત્ર 28:3

મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા. તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”કરે છે પરંતુ તેઓ તેમની વિરુદ્ધ દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.

ગીતશાસ્ત્ર 36:4

તે રાત્રે પલંગમાં જાગતો રહે છે અને કપટ કરવાની યોજના ઘડે છે; તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે. અને તે દુષ્ટતાથી કંટાળતો નથી.

ગીતશાસ્ત્ર 64:4

તેઓ જાડીમાં છુપાય છે અને નિદોર્ષો ઊપર તેમનાં તીર ચલાવે છે. તેઓ ઓચિંતો જ હુમલો કરીને તેઓને મારી નાખે છે. આમ કરતાં તેઓ ગભરાતા નથી.

ગીતશાસ્ત્ર 140:2

તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે; ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.

નીતિવચનો 1:10

મારા દીકરા, જો દુષ્ટ પાપીઓ તને લલચાવે તો તું એમની વાતો માનતો નહિ.

નીતિવચનો 6:14

તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે.

નીતિવચનો 24:8

જે ભૂંડુ કરવા માટે યુકિતઓ રચે છે, તે લોકોમાં ઉપદ્રવી માણસ તરીકે ઓળખાય છે.

યશાયા 59:4

અદાલતમાં સાચી ફરિયાદ કરવાં કોઇ જતું નથી. સૌ પોકળ દલીલો પર આશા બાંધે છે, ને સૌ કોઇ જૂઠાણું ચલાવે છે. દુષ્ટ મનસૂબા ઘડે છે અને અધર્મ આચરે છે.

મીખાહ 7:3

તેમના હાથ દુષ્કૃત્યો કરવામાં પાવરધા છે. અમલદારો લાંચ માંગે છે, આદરણીય લોકો પણ નિષ્ઠુરતાથી પોતાના સ્વાર્થનીજ વાતો કરે છે અને પોતાનું ધાર્યું કરે છે.

માથ્થી 26:3

પ્રમુખ યાજકનું નામ કાયાફા હતું, પછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો પ્રમુખ યાજકની કચેરીમાં ભેગા મળ્યા.

લૂક 23:20

પિલાત ઈસુને મુક્ત કરવા ઈચ્છતો હતો. તેથી પિલાતે તેને ફરીથી કહ્યું કે તે ઈસુને છોડી મૂકશે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:10

અને કહ્યું, “ઓ, શેતાનના દીકરા! તું જે કંઈ બધું ન્યાયી છે તેનો દુશ્મન છે. તું દુષ્ટ યુક્તિઓ અને જૂઠાણાંથી ભરપૂર છે. તું હંમેશા દેવના સત્યને અસત્યમાં ફેરવવા માટે પ્રયત્ન કરે છે.

Interlinear

Choose Theme