વક્ર વ્યકિતના માર્ગમાં કાંટા અને છટકા હોય છે; પણ જે વ્યકિતને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.
Cross references
તો ખાતરી રાખો, તમાંરા દેવ યહોવા તમાંરી આગળથી એ લોકોને પછી હાંકી કાઢશે નહિ, પરંતુ તેઓ તમાંરા બધા માંટે ભયંકર બની જશે, તેઓ આંખમાં ધુમાંડા કે કાંટા જેવા બનશે અથવા તમાંરી પાછળ સર્પ જેવાં જ્યાં સુધી યહોવા તમાંરા દેવ જેણે આ સારી ભૂમિ તમને આપી છે. તે તમને તેમાંથી બહાર જવા દબાણ નહિ કરે.
તે ફાસલામાં ચાલે છે; તેના પગ એમાં ફસાઇ જાય છે.
દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો. પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો.
પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.
જ્યારે દુષ્ટોનો માર્ગ અંધકારમય છે, જેમાં પોતે શા માટે ઠોકર ખાધી છે તે પણ તેઓ જાણી શકતા નથી.
મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે. પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
સારી સમજશકિત સન્માન પામે છે, વિશ્વાસઘાતી લોકો, વિનાશને નોતરે છે.
આળસુ વ્યકિતનો માર્ગ કાંટાથી ભરાઇ ગયો છે; પણ સજ્જનનો માર્ગ વિઘ્નોથી મુકત છે.
પ્રામાણિક માણસનો માર્ગ દુષ્ટતાથી દૂર હોય છે, જોઇવિચારીને ચાલનાર પોતાનો જીવ બચાવે છે.
જે આજ્ઞાનું પાલન કરે છે તે આત્માનું રક્ષણ કરે છે, પણ જે તેના પ્રત્યે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.
આપણે જાણીએ છીએ કે કોઇ પણ વ્યક્તિ જે દેવનો બાળક બન્યો છે તે પાપ કર્યા કરતો નથી. દેવનો પુત્ર દેવના બાળકને સુરક્ષિત રાખે છે. 47 શેતાન પણ તે વ્યક્તિને ઈજા કરી શકતો નથી.
પણ પ્રિય મિત્રો, તમે તમારું જીવન પવિત્ર વિશ્વાસના પાયા પર વધારે દ્રઢ બનાવો અને પવિત્ર આત્મા વડે પ્રાર્થના કરો.