Home Bibles નીતિવચનો 2:21 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 2:21 · ગુજરાતી બાઇબલ

કારણકે, પ્રામાણિક માણસો જ પૃથ્વી પર જીવતા રહેશે. સંનિષ્ઠ અને નિદોર્ષ માણસો જ એમાં વસશે.

Cross references

અયૂબ 1:1

ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો.

અયૂબ 42:12

યહોવાએ અયૂબને વધારે આશીર્વાદ એની પાછલી ઉંમરમાં આપ્યાં. હવે અયૂબની પાસે 14,000 ઘેટાં, 6,000 ઊંટ, 2,000 બળદ અને 1,000 ગધેડીઓ હતી.

ગીતશાસ્ત્ર 37:3

યહોવાનો વિશ્વાસ કર અને સત્કર્મ કર, તો તું તારા દેશમાં રહીશ અને તે (યહોવા) વિશ્વસનીયતાથી જે આપે તેનો આનંદ માણ.

ગીતશાસ્ત્ર 37:9

કારણ, દુષ્કમીર્ઓનો વિનાશ થશે. અને જેઓ યહોવાની મદદની રાહ જુએ છે તેમને ભૂમિ મળશે.

ગીતશાસ્ત્ર 37:11

નમ્ર લોકોને દેશનું વતન પ્રાપ્ત થશે; તેઓને સર્વ વસ્તુઓનો આશીર્વાદ મળશે. તેઓને મનની અદ્ભૂત શાંતિ મળશે અને સુખી થશે.

ગીતશાસ્ત્ર 37:18

યહોવાને યથાથીર્ઓના સર્વ પ્રસંગોની ખબર છે, તેની દ્રૃષ્ટિમાં તેઓ નિદોર્ષ છે, તેઓનો વારસો સદાય ટકી રહેશે

ગીતશાસ્ત્ર 37:22

જેઓ યહોવાથી આશીર્વાદિત છે, તેઓ પૃથ્વીનું વતન પામશે, પણ જેઓ દેવથી અભિશાપિત છે તેઓનો અવશ્ય સંપૂર્ણ વિનાશ થશે.

ગીતશાસ્ત્ર 37:29

ન્યાયીઓ વતનનો વારસો પામશે, અને સદાકાળ ત્યાં નિવાસ કરશે.

ગીતશાસ્ત્ર 84:11

કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઇ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.

ગીતશાસ્ત્ર 112:4

સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.

નીતિવચનો 10:30

ન્યાયીઓને કદી ખસેડવામાં આવશે નહિ, પરંતુ દુષ્ટો ક્યાંય ઠરીઠામ થઇ કાયમ રહેશે નહિ.

Interlinear

Choose Theme