Home Bibles નીતિવચનો 19:1 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 19:1 · ગુજરાતી બાઇબલ

જૂઠા બોલો અને મૂર્ખ તવંગર કરતાં સત્યવકતા અને પ્રામાણિકપણે વર્તનાર ગરીબ વ્યકિત સારી છે.

Cross references

1 શમુએલ 25:17

તેથી હવે આ બાબતનો સંપૂર્ણ વિચાર કરીને શું કરવું તે નક્કી કરીને કહો. નહિ તો આપણા ઘણીને અને તેમના આખા કુટુંબને મુશ્કેલી નો સામનો કરવો પડશે. નાબાલ એટલો દુષ્ટ છે કે તેની સાથે વાત કરવી અશક્ય છે કે જેથી તે તેનુ મન બદલાવી શકે.”

1 શમુએલ 25:25

તમે એ દુરાચારી માંણસ ઉપર ધ્યાન આપશો નહિ, એનું નામ નાબાલ છે અને તે એના નામ જેવો જ છે તે ખરેખર એક દુષ્ટ છે. ધણી, તમે કેટલાક માંણસોને મોકલ્યા, પણ મે તેમને જોયા નહિ.

ગીતશાસ્ત્ર 26:11

હે યહોવા, હું તેઓના જેવો નથી, હું પ્રામાણિકપણાના માગેર્ ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો.

ગીતશાસ્ત્ર 37:26

તે ન્યાયીઓ છે ઉદાર, તેઓ હંમેશા પોતાની પાસે જે છે તે છૂટથી બીજાને આપે છે. તેઓના સવેર્ સંતાનોને યહોવાના આશીર્વાદ મળશે.

નીતિવચનો 12:26

ભલો સાચો માણસ પોતાના પડોશીને સાચો માર્ગ બતાવે છે, દુર્જન તેને આડે માગેર્ દોરે છે.

નીતિવચનો 14:2

જે પોતાની વિશ્વસનીયતામાં ચાલે છે તે યહોવાનો ડર રાખે છે. પણ જેના માગોર્ વાંકા છે તે તેને ધિક્કારે છે.

નીતિવચનો 15:16

મુશ્કેલીઓ સાથેની વિપુલ સંપતિ કરતાં યહોવા પ્રત્યેના ભયની સાથે થોડું ધન હોવું વધારે ઉત્તમ છે.

નીતિવચનો 16:8

અન્યાયથી મળેલી ધણી આવક કરતા, ન્યાયથી મળેલી થોડી આવક સારી છે.

નીતિવચનો 19:22

વ્યકિતની વફાદારી બીજાને તેની સાથે રહેવા માટે આકષેર્ છે. જૂઠાબોલા અપ્રામાણિક થવાં કરતાં ગરીબ રહેવું વધારે સારું છે.

નીતિવચનો 20:7

નીતિમત્તાને માગેર્ ચાલનારી વ્યકિત સુંદર જીવન જીવે છે. અને તેની પછી તેના બાળકો આશીર્વાદિત છે.

નીતિવચનો 28:6

અવળા માગેર્ ચાલનારા ધનવાન કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે.

યશાયા 59:3

તમારા હાથ લોહીથી, ને અપરાધોથી ખરડાયેલા છે; ને તમારી જીભ જૂઠું બોલે છે અને દગાફટકાથી વાત કરે છે.

માથ્થી 12:31

“તેથી હું કહું છું, લોકોએ કરેલું દરેક પાપ અને પ્રત્યેક દુર્ભાષણ આ બધુજ માફ થઈ શકે છે. પણ જે કોઈ માણસ પવિત્ર આત્માની વિરૂદ્ધ જે દુર્ભાષણ કરે છે તે માણસને માફ નહિ કરાશે.

માથ્થી 16:26

જો કોઈ એક માણસ આખું જગત મેળવે, પણ જો તેનું જીવન ગુમાવે તો તે શા કામનું? અથવા માણસ પોતાના જીવનને બદલે શું આપશે?

યાકૂબનો 2:5

મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે.

Interlinear

Choose Theme