Home Bibles નીતિવચનો 18:15 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 18:15 · ગુજરાતી બાઇબલ

બુદ્ધિશાળી વ્યકિત જ્ઞાન પ્રાપ્ત કરવા મથે છે, જ્ઞાની વ્યકિતના કાન જ્ઞાન શોધે છે.

Cross references

1 રાજઓ 3:9

તેથી, મને વિવેકબુદ્વિવાળું હૃદય આપો; જેથી કરીને હું ન્યાયપૂર્વક તમાંરા લોકો પર રાજ કરી શકું અને તેમને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવી શકું, નહિ તો તમાંરા મહાન લોકો પર કોણ રાજ કરી શકશે?”

અયૂબ 8:10

તેઓ કદાચ તને શીખવી શકશે. કદાચ તેઓ તને તેઓ જે બાબત શીખ્યા હોય તે શીખવી શકે.

ગીતશાસ્ત્ર 119:97

તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.

નીતિવચનો 1:5

જો ડાહ્યો માણસ સાંભળશે તો તેનું ડહાપણ વધશે. અને સમજુ માણસને દોરવણી મળે.

નીતિવચનો 4:5

જ્ઞાન પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; મારું કહ્યું યાદ રાખજે, એમાંથી જરાય ચળીશ નહિ.

નીતિવચનો 4:7

“જ્ઞાન પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે: જ્ઞાન મેળવો! તારા સર્વસ્વને ભોગે પણ જ્ઞાન પ્રાપ્ત કરજે.

નીતિવચનો 9:9

જો તમે જ્ઞાની વ્યકિતને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે. અને ન્યાયી વ્યકિતને શિક્ષણ આપશો તો તેના જ્ઞાનમાં વૃદ્ધિ થશે.

નીતિવચનો 10:14

જ્ઞાની લોકો વિદ્યાનો સંગ્રહ કરે છે; પરંતુ મૂર્ખનું મોઢું ઝડપી નાશ નોતરે છે.

નીતિવચનો 15:14

જ્ઞાની વ્યકિત જ્ઞાનની ઇચ્છા રાખે છે. પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઇ છે.

નીતિવચનો 23:23

સત્યને ખરીદજે પણ વેચીશ નહિ; હા, જ્ઞાન, શિખામણ અને બુદ્ધિ ખરીદ જે પણ તેને વેચીશ નહિ.

લૂક 8:8

અને કેટલાંએક બી સારી જમીન પર પડ્યાં. આ બી ઊગ્યાં અને તેમાંથી 100 ગણા દાણા પાક્યાં.”ઈસુએ દ્ધંષ્ટાત પૂરું કર્યા પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો તે ધ્યાનથી સાંભળો!”

લૂક 10:39

માર્થાને મરિયમ નામની બહેન હતી. મરિયમ ઈસુના પગ પાસે બેઠી હતી અને તેને ઉપદેશ ધ્યાનથી સાંભળતી હતી. પણ તેની બહેન માર્થા ઘરકામમાં વ્યસ્ત હતી.

2 તિમોથીને 3:15

તું બાળક હતો ત્યારનો પવિત્ર શાસ્ત્રથી પરિચિત છે. એ પવિત્રશાસ્ત્રતને વિવેકબુદ્ધિવાળો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્ધારા તારણના માર્ગે જવા એ વિવેકબુદ્ધિ તને ઉપયોગી નીવડશે.

યાકૂબનો 1:5

પણ જો તમારામાથી કોઈને પણ ડાહપણની જરુંર હશે, અને તમે દેવ પાસે તે માટે માગણી કરશો, તો તે તમને આપશે. દેવ સર્વને ઉદારતાથી ઠપકો આપ્યા વિના ડાહપણ આપે છે.

Interlinear

Choose Theme