Home Bibles નીતિવચનો 16:1 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 16:1 · ગુજરાતી બાઇબલ

માણસો મનમાં સંકલ્પ કરે છે; પણ છેલ્લો નિર્ણય તો યહોવાના હાથમાં છે.

Cross references

નિર્ગમન 4:11

ત્યારે યહોવાઓ તેને કહ્યું, “માંણસને મોઢું કોણે આપ્યું છે? અને તેને મૂંગો કે બહેરો કોણ બનાવે છે? અને માંણસને નજરે દેખતો કે આંધળો કોણ બનાવે છે? એ હું છું યહોવા, જે આ વધું જ કરી શકું છું. હું યહોવા છું.

નિર્ગમન 4:15

તે તમાંરી સાથે ફારુનને ધેર આવશે. તારે શું કહેવાનું છે તે હું તને કહીશ, તે તું તેને કહેજે. હું તમને બંનને તમાંરે શું કરવાનું છે તેનો આદેશ આપીશ.

2 શમએલ 7:5

“તું જઈને માંરા સેવક દાઉદને કહે કે, ‘આ યહોવાનાં વચન છે: માંરા માંટે મંદિર બાંધનાર તું એક જ છે.

2 કાળવ્રત્તાંત 18:31

રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યુ કે, “એ ઇસ્રાએલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને મદદ કરી; અને દેવે તેઓનાં મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યાં.

એઝરા 7:27

ત્યારે એઝરાએ કહ્યું, “અમારા પૂર્વજોના દેવ યહોવાની સ્તુતિ હો! કારણ કે તેેણે રાજાને યરૂશાલેમના યહોવાના મંદિરનો મહિમાં વધારવાની પ્રેરણા કરી છે.

નહેમ્યા 1:11

હે યહોવા, તારા સેવકની પ્રાર્થના ધ્યાનપૂર્વક સાંભળ, અને તારા તે સેવકોની પ્રાર્થના સાંભળ જેઓ તમારો આદર કરવામાં આનંદ માને છે આજે તમે તમારા સેવકને સફળતા આપો. અને જ્યારે હું રાજા પાસે જઇને તેમની મદદ માગું ત્યારે રાજા મારા તરફ દયાભાવ દર્શાવે, એ અરસામા હું રાજાનો પાત્રવાહક હતો.”

અયૂબ 17:11

મારું જીવન પસાર થતું જાય છે. મારી યોજનાઓ નષ્ટ થઇ ગઇ છે. મારી આશાઓ અદ્રશ્ય થઇ ગઇ છે.

ગીતશાસ્ત્ર 10:17

હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો. અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.

ગીતશાસ્ત્ર 119:36

તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે, કેવી રીતે ધનવાન બનવું તેના પર.

નીતિવચનો 16:9

વ્યકિતનું મન માર્ગ પસંદ કરે છે, પરંતુ માત્ર યહોવા જ તેના પગલાને નક્કી કરે છે.

નીતિવચનો 19:21

વ્યકિતના મનમાં અનેક યોજનાઓ હોય છે, પણ ફકત યહોવાની ઇચ્છાઓ જ પ્રચલિત રહેશે.

નીતિવચનો 20:24

યહોવા વ્યકિતના પગલાંને દોરે છે, તો પછી વ્યકિત તેનો માર્ગ શી રીતે સમજી શકે?

નીતિવચનો 21:1

રાજાનું મન યહોવાના હાથમાં છે; તે તેને પાણીના પ્રવાહની જેમ પોતાની ઇચ્છા પ્રમાણે વાળે છે.

ચર્મિયા 1:7

પરંતુ યહોવાએ કહ્યું, “‘હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’ કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે, અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવંુ પડશે.

ચર્મિયા 10:23

હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી. તે પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.

ચર્મિયા 32:39

હું તેમને બધાંને સમાન અભિગમ અને જીવનનો માર્ગ આપીશ જેથી તેઓને હર સમય મારો ભય રહેશે. આ તેઓના પોતાના ભલા માટે જ અને ત્યાર પછી તેઓના સંતાનોના ભલા માટે છે.

યર્મિયાનો વિલાપ 36:26

દેવ કહે છે, “હું તમને નવું હૃદય આપીશ, અને તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારું પથ્થર સમાન પાપી હૃદય દૂર કરીશ અને તમને નવું પ્રેમાળ હૃદય આપીશ.

માથ્થી 10:19

જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે.

લૂક 12:11

“જ્યારે લોકો તમને સભાસ્થાનોમાં અધિપતિઓ અને અધિકારીઓની આગળ લઈ જાય ત્યારે શું કહેવું તેની ચિંતા ન કરો અને તમારો બચાવ કેવી રીતે કરવો તેની પણ ચિંતા ન કરો.

લૂક 21:14

બચાવ માટે તમારે શું કહેવું તેની પણ જરાય ચિંતા કરશો નહિ.

2 કરિંથીઓને 8:16

દેવની સ્તુતિ થાઓ કે તેણે તિતસને એટલો પ્રેમ આપ્યો જેટલો મને તમારા માટે છે.

ફિલિપ્પીઓને પત્ર 2:13

હા, દેવ તમારામાં સક્રિય છે. અને દેવ તેની પ્રસન્નતા પ્રમાણેનું કાર્ય કરવા તમને મદદ કરશે. અને આમ કરવાની શક્તિ તે તમને પ્રદાન કરશે.

યાકૂબનો 1:16

તેથી મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ વિશે છેતરાશો નહિ.

Interlinear

Choose Theme