Home Bibles નીતિવચનો 12:23 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 12:23 · ગુજરાતી બાઇબલ

ડાહ્યો પુરુષ જ્ઞાનને છુપાવે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ છાપરે ચડીને જણાવે છે.

Cross references

1 શમુએલ 10:16

શાઉલે જવાબ આપ્યો, “તેણે અમને કહ્યું કે, ગધેડા મળ્યાં છે.” પણ તેના કાકાને રાજ્ય વિષે શમુએલે જે કહ્યું હતું તે વિષે તેણે કઇજ કહ્યું નહિ.

નહેમ્યા 2:12

જ્યારે રાત્રે હું ઉઠયો તો થોડા માણસો લઇને બહાર નીકળ્યો; યહોવાએ યરૂશાલેમ વિષે મારા હૃદયમાં જે યોજના મૂકી હતી તેના વિષે મેં કોઇને કશુંય જણાવ્યું નહોતું, હું જે જાનવર પર સવાર હતો ફકત તે એક જ જાનવર મારી સાથે હતું.

નહેમ્યા 2:16

અધિકારીઓને હું ક્યાં ગયો હતો અથવા હું શું કરતો હતો તે વિષે કશી જ ખબર પડી નહિ, કારણકે મેં મારી યોજના સંબંધી કોઇને કઇંજ જણાવ્યું ન હતું, યહૂદીઓને, યાજકોને, ઉમરાવોને અધિકારીઓને સુદ્ધાં નહિ. અરે, જેઓ આ કાર્ય કરવાના હતા તેઓમાંથી પણ કોઇનેય નહિ.

નીતિવચનો 10:14

જ્ઞાની લોકો વિદ્યાનો સંગ્રહ કરે છે; પરંતુ મૂર્ખનું મોઢું ઝડપી નાશ નોતરે છે.

નીતિવચનો 10:19

બહુ બોલાય ત્યાં પાપ થવાનું જ. જીભ પર લગામ રાખનાર તે ડાહ્યો છે.

નીતિવચનો 11:13

કૂથલી ખોર વ્યકિત છૂપી વાત બહાર પાડી દે છે, પણ વિશ્વાસુ વ્યકિત રહસ્ય સાચવે છે.

નીતિવચનો 13:16

પ્રત્યેક ડાહ્યો માણસ સમજદારીથી વતેર્ છે. પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ જાહેર કરે છે.

નીતિવચનો 14:33

બુદ્ધિમાન હૃદયમાં જ્ઞાન વસે છે, તે મૂર્ખની વચ્ચે પણ જાણીતું છે.

નીતિવચનો 15:2

જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ઊચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઇથી ઉભરાય છે.

નીતિવચનો 18:2

મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, તેને ફકત પોતાના મંતવ્યોને જ રજૂ કરવા હોય છે.

સભાશિક્ષક 10:3

વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે; અને તે દરેક ને કહે છે કે હું મૂર્ખ છું.

સભાશિક્ષક 10:12

ડહાપણભર્યા શબ્દો મનને આનંદ આપે છે, પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ નોતરે છે.

Interlinear

Choose Theme