Home Bibles નીતિવચનો 11:10 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 11:10 · ગુજરાતી બાઇબલ

ન્યાયી વ્યકિત સફળ થાય છે ત્યારે આખું નગર હરખાય છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.

Cross references

નિર્ગમન 15:21

મરિયમ તેમને ગવડાવતી હતી:“આપો આપો યહોવાને માંન, ગાઓ યહોવાના મહિમાં-ગાન, એનો વિજય છે કેવો મહાન! એની ફતેહ છે મહિમાંવાન, ડુબાડયા સમુદ્રને પેટાળ, એનાં ઘોડોને અસવાર.”ઇસ્રાએલપુત્રો અરણ્યમાં જાય છે

ન્યાયાધીશો 5:31

આમ, ઓ યહોવા, તમાંરા સર્વ શત્રુઓ નાશ પામો, પરંતુ તારા ભકતો ઊગતા પ્રખર સૂર્યની જેમ ઝળહળી ઊઠો, ત્યારબાદ 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.

2 રાજઓ 11:20

અથાલ્યાનો રાજમહેલમાં વધ કરવામાં આવ્યો હતો એટલે દેશના બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા, અને શહેરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ.

2 કાળવ્રત્તાંત 23:13

ત્યાં તેણે રાજાને પ્રવેશદ્વાર આગળ મંચ ઉપર ઊભેલો જોયો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશનાં દરેક ભાગોમાંથી આવેલા લોકો આનંદ કરીને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઇને દેવની સ્તુતિ કરતાં હતાં. અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”

2 કાળવ્રત્તાંત 23:21

દેશનાં સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા હતા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઇ હતી કારણકે રાણી અથાલ્યા મૃત્યુ પામી હતી.

એસ્તેર 8:15

જ્યારે મોર્દખાય રાજા પાસેથી નીકળ્યો ત્યારે તેણે સફેદ અને ભૂરા રંગના વસ્રો માથે મોટો સોનાનો મુગટ અને ઝીણા શણનો જાંબુડી રંગનો ઝભ્ભો પહેર્યા હતાં. આખા સૂસા શહેરે આનંદથી ઉજવણી કરી.

અયૂબ 27:23

માણસો તેની સામે તાળી પાડશે કારણકે તે દુષ્ટ વ્યકિત ભાગી ગયો છે. જેવો તે તેના ઘરમાંથી ભાગે છે તેઓ તેના તરફ સીટી વગાડશે.

ગીતશાસ્ત્ર 58:10

દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે, તે એક સૈનિક જેવો થશે, જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.

નીતિવચનો 28:12

જ્યારે ન્યાયી વિજયી થાય છે ત્યારે આનંદોત્સવ થાય છે. પણ દુર્જનોની ચઢતી થાય છે, ત્યારે લોકો સંતાઇ જાય છે.

નીતિવચનો 28:28

દુર્જનો સત્તા પર આવે ત્યારે લોકો સંતાઇ જાય છે. જ્યારે તેઓની પડતી આવે છે ત્યારે સજ્જનોની વૃદ્ધિ થાય છે.

ચર્મિયા 51:48

ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે, અને ત્યારે આકાશ અને પૃથ્વી તેમજ તેમાંનું સર્વ કઇં બાબિલના પતનથી હર્ષના પોકારો કરશે.” આ યહોવાના વચન છે.

પ્રકટીકરણ 19:1

આ પછી મેં આકાશમાં ઘણા લોકોના સમૂહના જેવો મોટો અવાજ સાંભળ્યો. તે લોકો કહેતા હતા કે: “હાલેલુયા!આપણા દેવને તારણ, મહિમા અને પરાક્રમ છે.

Interlinear

Choose Theme