નીતિવચનો 10:31 · ગુજરાતી બાઇબલ
ન્યાયીઓના મુખે ડહાપણ ઝરે છે, પરંતુ છેતરામણા શબ્દો નાશ પામે છે.
Cross references
ગીતશાસ્ત્ર 12:4
તેઓએ એમ કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું; હોઠ અમારા પોતાના છે, અમારો કોણ માલિક છે જે અમને અટકાવે?”
ગીતશાસ્ત્ર 31:18
જૂઠા હોઠ મૂંગા થાઓ; તેઓ ડંફાસ મારે છે અને સજ્જનોની વિરુદ્ધ દ્વેષભાવ રાખીને ખરાબ વાતો કહે છે.
ગીતશાસ્ત્ર 37:30
ન્યાયીની વાણી ડહાપણ ભરેલી છે, તેની જીભ સદા ન્યાયની વાત કરે છે.
ગીતશાસ્ત્ર 63:11
પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં, તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.
ગીતશાસ્ત્ર 120:3
હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો? તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
નીતિવચનો 10:11
સદાચારી વ્યકિતની વાણી જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાને છુપાવે છે.
નીતિવચનો 10:13
જ્ઞાની માણસની જીભને ટેરવે શાણપણ રહે છે.જ્યારે મૂર્ખને પીઠે ડફણાં પડે છે.
નીતિવચનો 10:20
સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે, પરંતુ દુષ્ટનું હૃદય મૂલ્યહીન છે.