Home Bibles નીતિવચનો 10:23 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 10:23 · ગુજરાતી બાઇબલ

દુષ્ટ યોજનાઓ મૂખોર્ને આનંદ આપે છે પરંતુ શાણપણ પ્રાપ્ત કરવું એ સમજુને મન આનંદ છે.

Cross references

નીતિવચનો 2:14

જેઓ દુષ્ટતા આચરવામાં આનંદ માણે છે, અને છળકપટ કરવામાં જ તેમને મજા પડે છે.

નીતિવચનો 14:9

મૂર્ખ પ્રાયશ્ચિતને હસવામાં ઉડાવે છે, પણ ભલા માણસો દેવની કૃપા મેળવે છે.

નીતિવચનો 15:21

અજ્ઞાનીને મૂર્ખાઇ આનંદરુપ લાગે છે; પણ બુદ્ધિમાન માણસ સીધે રસ્તે ચાલે છે.

નીતિવચનો 16:21

જ્ઞાની અંત:કરણવાળો શાણો કહેવાશે; તેની મીઠી વાણી જ્ઞાનનો વધારો કરે છે.

નીતિવચનો 26:18

જેઓ ખોયણાં, તીર તથા પ્રાણઘાતક વસ્તુઓ ફેંકે છે તે ઘેલો માણસ છે.

નીતિવચનો 26:19

તેવી જ વ્યકિત પોતાના પડોશીને છેતરીને, ‘એ તો હું ગમત કરતો હતો.’ એમ કહેનાર છે.

સભાશિક્ષક 11:9

હે યુવાન, તારી યુવાવસ્થાનો આનંદ લે; અને તારા હૃદયની ઇચ્છાઓ પૂરી કર, યુવાવસ્થા અદભૂત છે! તારા હૃદયના માગોર્માં તથા તારી આંખોની ષ્ટિ પ્રમાણે તું ચાલ. પણ યાદ રાખ, તું જે કાઇ કરે, દેવ તેનો ન્યાય કરશે.

Interlinear

Choose Theme