Home Bibles નીતિવચનો 1:15 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 1:15 · ગુજરાતી બાઇબલ

મારા દીકરા, એમના માગેર્ ચાલતો નહિ, તેમના માગેર્ તારા પગ મૂકતો નહિ.

Cross references

ગીતશાસ્ત્ર 1:1

માણસ કે પાપી સલાહ પ્રમાણે ચાલવા નથી ધન્ય છે.

ગીતશાસ્ત્ર 26:4

મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી. હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.

ગીતશાસ્ત્ર 119:101

હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માગોર્થી પણ પાછા વાળ્યા છે.

નીતિવચનો 3:31

દુષ્ટ માણસની ઇર્ષ્યા ન કરશો, અને તેનો એક પણ માર્ગ પસંદ ન કરશો.

નીતિવચનો 4:14

“દુષ્ટ માણસોના માગેર્ જઇશ નહિ, ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.

નીતિવચનો 4:15

તે રસ્તાથી દૂર રહેજે, તેની પાસે જઇશ નહિ. તેમાંથી છૂટો પડીને નીકળી જજે.

નીતિવચનો 4:27

જમણે કે ડાબે વળ્યા વિના સીધા માગેર્ ચાલ્યો જજે. દુષ્ટ પાપને માગેર્ પગ મૂકીશ નહિ.

નીતિવચનો 5:8

પરસ્ત્રીથીં દૂર રહેજે અને તેના ઘરના બારણાં પાસે જતો નહિ.

નીતિવચનો 9:6

તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માગેર્ ચાલો.”

નીતિવચનો 13:20

જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પરંતુ જે મૂર્ખની સોબત કરે છે તેના બૂરા હાલ થાય છે.

યશાયા 33:15

જે માણસ ન્યાયને માગેર્ ચાલે છે અને સાચું બોલે છે, જે શોષણથી મળેલી કમાઇનો તિરસ્કાર કરે છે, જે લાંચને હાથથી ઝાટકી ખંખેરી નાખે છે, જે હિંસાની વાત સાંભળી કાનમાં આંગળી ધાલે છે અને જે પાપ જોઇને આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે.

ચર્મિયા 14:10

યહોવા આ લોકો વિષે કહે છે, “એ લોકોને ભટકવામાં એટલો આનંદ આવે છે કે, તેઓ પોતાના પગને કાબૂમાં રાખી શકતાં નથી; આથી હું એમના પર પ્રસન્ન નથી. હું હમણા તેમના અપરાધો, ને તેમનાં પાપોની સજા કરનાર છું.”

2 કરિંથીઓને 6:17

“તેથી તે લોકોથી વિમુખ થાઓ અને તમારી જાતને તેઓનાથી જુદી તારવો, એમ પ્રભુ કહે છે. જે કઈ નિર્મળ નથી તેનો સ્પર્શ ન કરો, અને હું તમને અપનાવીશ.” યશાયા 52:11

Interlinear

Choose Theme