Home Bibles ☰ Books ફિલિપ્પીઓને પત્ર 4:12 · ગુજરાતી બાઇબલ
ફિલિપ્પીઓને પત્ર 4:12 · ગુજરાતી બાઇબલ

દરિદ્રી અને સમૃદ્ધ બને અવસ્થાઓમાં કેવી રીતે જીવવું તે હું જાણું છું, કોઈ પણ વખતે અને ગમે તેવા સંજોગોમાં આનંદી રહેવાનું શીખ્યો છું. મારી પાસે ખાવાને પૂરતું હોય કે ન હોય, આનંદી રહેવાનું હું શીખ્યો છું. મને જરૂરી બધી જ વસ્તુઓ મારી પાસે હોય કે ના હોય, હું આનંદી રહેવાનું જાણું છું.

Cross references

પુનર્નિયમ 32:10

વેરાન-રણમાં એમનું રક્ષણ કર્યું હતું, અને આંખની કીકીની જેમ સંભાળ કરીં હતી.

નહેમ્યા 9:20

વળી બોધ આપવા માટે તેં તારો ઉત્તમ આત્મા તેમને આપ્યો, અને તેં તેમને શ્રેષ્ઠ આહાર પણ ખવડાવવાનું બંધ કર્યુ નહિ; અને તેઓની તૃષા છીપાવવા તેં તેઓને જળ આપ્યું.

યશાયા 8:11

યહોવાએ મને જોરથી પકડીને એ લોકોને માગેર્ જતો રોક્યો, અને મને આ મુજબ કહ્યું,

ચર્મિયા 31:19

મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે, ત્યારે મેં મારી જાંઘપર થબડાકો મારી; હું લજ્જિત અને અપમાનિત થયો છું, કારણ કે, જ્યારે હું જુવાન હતો ત્યારે મેં બંદનામીવાળા કામો કર્યા હતા.”‘

માથ્થી 11:29

તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો.

માથ્થી 13:52

પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે શાસ્ત્રીઓ આકાશના રાજ્ય વિષે જાણે છે એ એક એવા ઘર ઘણી છે કે જે તેના કોઠારમાંથી નવી અને જુની વસ્તુઓ બહાર કાઢી નાખે છે.”

1 કરિંથીઓને 4:9

પરંતુ મને એમ લાગે છે કે દેવે મને અને બીજા પ્રેરિતોને અંતિમ સ્થાન આપ્યું છે. અમે તો તે માણસો જેવા છીએ કે જેને અન્ય લોકોની નજર સામે મરવું પડે છે. અમે તો આખા જગત-દૂતો અને લોકોની નજરે તમાશા જેવા થયા છીએ.

2 કરિંથીઓને 6:4

પરંતુ બધા જ સંજોગોમાં હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે અમે દેવના સેવકો છીએ: આપત્તિમાં મુશ્કેલીમાં અને ગંભીર સમસ્યાઓમાં, ઘણી કઠિન વસ્તુઓનો સ્વીકાર કરીને.

2 કરિંથીઓને 10:1

હું પાઉલ છું અને હું તમને વિનવું છું. હું ખ્રિસ્તની નમ્રતા અને મમતાથી તમને વિનવું છું. કેટલાએક લોકો કહે છે કે જ્યારે હું તમારી સાથે હોઉં છું. ત્યારે દીન હોઉં છું, અને તમારાથી દૂર હોઉં છું. ત્યારે હિંમતવાન હોઉં છું.

2 કરિંથીઓને 10:10

કેટલાએક લોકો કહે છે કે, “પાઉલના પત્રો શક્તિશાળી અને મહત્વના છે. પરંતુ જ્યારે તે અમારી પાસે હોય છે, ત્યારે તે નિર્બળ હોય છે. અને તેની વાણીમાં કશુંજ નથી.”

2 કરિંથીઓને 11:7

કોઈ પણ પ્રકારના વળતર વગર મેં તમને દેવની સુવાર્તા પ્રગટ કરી. તમને મહત્વ આપવા હું નમ્ર બન્યો છું. તમે માનો છો કે તે ખોટું હતું?

2 કરિંથીઓને 11:9

જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મારે જે કોઈ વસ્તુ જોઈતી હતી, તો મેં તેનો તમારા પર કોઈ બોજો નાખ્યો ન હતો. મકદોનિયાથી આવેલા બંધુઓએ મારે જે જોઈતું હતું, તે બધુંજ મને આપ્યું. તમારા પર બોજારૂપ મેં મારી જાતને બનવા દીઘી નથી. અને હું કદી તમને બોજારૂપ બનીશ નહિ.

2 કરિંથીઓને 11:27

મેં સખત અને થકવી નાખનાર કામો કર્યા છે, અને ધણીવાર હું સૂતો પણ નથી. હું ધણીવાર ભુખ્યો અને તરસ્યો રહ્યો છું. ધણીવાર હું ઠંડીથી પીડાયો છું અને વસ્ત્રહીન રહ્યો છું.

2 કરિંથીઓને 12:7

પરંતુ જે અદભુત વાતો મને બતાવવામાં આવી છે. તેના માટે વધારે પડતો ગર્વ અનુભવવો ના જોઈએ. તેથી કષ્ટદાયક સમસ્યામને આપવામાં આવી હતી. તે સમસ્યા તે શેતાન તરફથી આવેલો દૂત છે. તેને મને મારવા માટે અને વધુ પડતો ગર્વશાળી બનતો અટકાવવા માટે મોકલવામાં આવ્યો હતો.

એફેસીઓને પત્ર 4:20

પણ તમે ખ્રિસ્ત પાસેથી એ પ્રમાણે શીખ્યાં નથી.

Interlinear

Choose Theme