Home Bibles ☰ Books ફિલિપ્પીઓને પત્ર 1:16 · ગુજરાતી બાઇબલ
ફિલિપ્પીઓને પત્ર 1:16 · ગુજરાતી બાઇબલ

આ લોકોમાં પ્રેમની લાગણી છે અને તેઓ જાણે છે કે દેવે મને સુવાર્તાનો બચાવ કરવાનું કામ સોપ્યું છે. તેથી તેઓ ઉપદેશ આપે છે.

Cross references

અયૂબ 6:14

મુસીબતમાં પડેલા માણસને એના મિત્રોનો સાથ હોવો જોઇએ, કદાચને તે સર્વસમર્થ દેવને ત્યજીદે.

અયૂબ 16:4

જો તમારી જગાએ હું હોત તો હું આ પ્રમાણે જ બોલી શક્યો હોત. મેં તમારી સામે ડાહી વાતો કરી અને માથું હલાવ્યું હોત.

ગીતશાસ્ત્ર 69:26

કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂઠ પકડે છે, અને જેને તમે ઘાયલ કર્યો છે તેનાં દુ:ખની વાત કરે છે.

2 કરિંથીઓને 2:17

જે રીતે બીજા લોકો કરે છે તેમ દેવના વચનને આપણે નફા માટે વેચતા નથી. ના! પરંતુ ખ્રિસ્તમાં આપણે દેવ સમક્ષ વફાદારીથી બોલીએ છીએ. જે રીતે દેવ તરફથી મોકલેલ માણસ બોલે તે રીતે આપણે બોલીએ છીએ.

2 કરિંથીઓને 4:1

દેવે આપણને તેની દયાથી અમને આ કામ સોંપ્યું છે. તેથી અમે તેને છોડી દેતા નથી.

ફિલિપ્પીઓને પત્ર 1:7

મને ખબર છે કે તમારા વિષે આમ વિચારવામાં હું સાચો છું. તમે મારા અંતરમાં છો, તેથી હું નિશ્ચિંત છું, હું મારી જાતને તમારી ઘણી નજીક અનુભવું છું. હું તમારી સાથે આત્મીયતા અનુભવું છું કારણ કે મારી સાથે દેવની કૃપામાં તમે ભાગીદાર છો. જ્યારે હું જેલમાં હોઉ છું, અને જ્યારે હું સુવાર્તાના સત્યમાં બચાવ કરું છું અને મકકમતા દાખવું છું ત્યારે મારી સાથે તમે દેવ કૃપાના સહભાગી છો.

ફિલિપ્પીઓને પત્ર 1:10

તમે સારા અને નરસાનો તફાવત સમજી શકો અને સારાની પસંદગી કરો જેથી ખ્રિસ્તના પુનઃઆગમન માટે તમે નિમર્ળ અને નિષ્કલંક થાઓ.

ફિલિપ્પીઓને પત્ર 1:12

ભાઈઓ અને બહેનો, હું તમને જણાવવા માગું છું કે મારી સાથે જે દુઃખદ બન્યું છે તે સુવાર્તાના ફેલાવામાં મદદરૂપ બન્યું છે.

Interlinear

Choose Theme