Home Bibles ગણના 9:23 · ગુજરાતી બાઇબલ
ગણના 9:23 · ગુજરાતી બાઇબલ

આમ તેઓ યહોવાની આજ્ઞા અનુસાર છાવણી કરતાં અથવા પ્રવાસ કરતા, યહોવા મૂસા દ્વારા તેઓને જે આજ્ઞા કરે તે પ્રમાંણે તેઓ કરતા.

Cross references

ઊત્પત્તિ 26:5

આ હું એટલા માંટે કરીશ, કારણ કે તારા પિતા ઇબ્રાહિમે માંરી આજ્ઞાનું પાલન કર્યું અને મેં જે કહ્યું તે તેણે કર્યુ છે, માંરા આદેશો માંરા વિધિઓ અને માંરા નિયમોનું પાલન કર્યુ છે.”

નિર્ગમન 17:1

ઇસ્રાએલના લોકોના સમગ્ર સમાંજે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાની આજ્ઞા મુજબ યાત્રા કરતા કરતા આગળ વધીને તેમણે રફીદીમમાં છાવણી નાખી રોકાણ કર્યું. પરંતુ ત્યાં લોકોને પીવા માંટે પાણી પણ દુર્લભ હતું.

ગણના 9:19

જો વાદળ લાંબા સમય સુધી પવિત્રમંડપ પર રહેતું તો ઇસ્રાએલી પ્રજા યહોવાની આજ્ઞા માંથે ચઢાવીને આગળ પ્રવાસ કરતી નહિ અને લાંબા સમય સુધી ત્યાં જ રોકાતી.

ગણના 10:13

યહોવા તરફથી મૂસાને યાત્રા સંબંધી સૂચનાઓ મળ્યા પછીની તેઓની આ પ્રથમ યાત્રા હતી.

યહોશુઆ 22:3

તમે આ બધો સમય તમાંરા ભાઈઓને નહિ તજી દઈને તમાંરા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કાળજીપૂર્વક કર્યું છે.

યર્મિયાનો વિલાપ 44:8

મારા મંદિરમાં જાતે ઉપાસના કરવાને બદલે તમે એ માણસોને એ કામ સોંપી દીધું છે.”‘

ઝખાર્યા 3:7

આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “જો તું મારા માર્ગ પર ચાલશે અને મારી આજ્ઞા માથે ચડાવશે, તો તું મારા મંદિરનો તથા તેના ચોકનો મુખ્ય વહીવટદાર થશે અને જેઓ મારી આગળ ઊભા છે, તેમની જેમ તું મારી પાસે છૂટથી આવી શકશે.

Interlinear

Choose Theme