પછી સર્વ લેવીઓને હારુન અને તેના પુત્રો સમક્ષ ઉભા કરવા અને યહોવાને ઉપાસના તરીકે ધરાવવાં.
Cross references
પછી હારુને લેવીઓને ઇસ્રાએલીઓ તરફથી ખાસ ઉપહાર તરીકે મને ધરાવવા અને માંરી સેવા માંટે સમર્પિત કરવા. ઇસ્રાએલી પ્રજાના પ્રતિનિધિ તરીકે લેવીઓ યહોવાની સેવા કરશે.
લેવીઓએ પોતાની જાતને શુદ્ધ કરી અને વસ્ત્રો પણ ધોયાં. હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાને ધરાવી દીધા, અને તેમને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિતવિધિ કરીને સૌને શુદ્ધ કર્યા.
હું તને ફરીથી કહું છું, મેં પોતે બધા ઇસ્રાએલીઓમાંથી તારા કુટુંબી લેવીઓને મુલાકાતમંડપમાં સેવા બજાવવા માંટે પસંદ કર્યો છે. તેઓ મને સમર્પિત થયેલા છે. જે મેં તમને ભેટ આપ્યા છે.
હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે.
એ કારણે દેવે મને જે કૃપાદાન આપ્યું છે તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વધારે હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે.