Home Bibles ગણના 7:84 · ગુજરાતી બાઇબલ
ગણના 7:84 · ગુજરાતી બાઇબલ

આ રીતે વેદીના અભિષેકના પ્રસંગે ઇસ્રાએલના વંશના આગેવાનો સમર્પણવિધિમાં પોતપોતાનાં અર્પણો લાવ્યાં; ચાંદીની 12 કથરોટ, ચાંદીના 12 પ્યાલા, તથા સોનાની 12 ધૂપદાનીઓ,

Cross references

ગણના 7:1

જે દિવસે મૂસાએ પવિત્રમંડપ ઊભો કરવાનું કાર્ય સંપૂર્ણ કર્યુ, તે દિવસે તેણે મંડપનો તેમજ તેમાંની બધી સાધન-સામગ્રી વેદી તથા તેનાં બધાં સાધનોનો અભિષેક કરી તેમના બધાં પાત્રોનો અભિષેક કરીને પવિત્ર કર્યા.

ગણના 7:10

જે દિવસે યજ્ઞવેદીને અભિષિક્ત અને સમર્પિત કરવામાં આવી તે દિવસે આગેવાનો પોતાના અર્પણો લાવ્યા અને વેદી આગળ રજૂ કર્યા.

1 કાળવ્રત્તાંત 29:6

ત્યારે કુટુંબોના વડાઓ, ઇસ્રાએલના કુલસમૂહોના આગેવાનો, હજાર હજારના અને સો સો ના નાયકો,

એઝરા 2:68

દેશવટેથી પાછા ફરેલા ટોળાઓ યરૂશાલેમમાં યહોવાના મંદિરે પહોંચ્યા ત્યારે કેટલાંક કુટુંબના વડીલોએ જુના સ્થાને મંદિર ફરી બાંધવા માટે સ્વેચ્છાએ દાન આપ્યાં,

નહેમ્યા 7:70

પૂર્વજોના કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામ માટે ભેટ આપી હતી. પ્રશાસકે 81/2 કિલોસોનું, પચાસ પાત્રો અને 530 યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.

યશાયા 60:6

ઊંટોના ટોળાથી તમારો દેશ છવાઇ જશે. તેઓ મિદ્યાન અને એફાહમાંના પ્રદેશમાંથી આવશે, શેબાથી પણ બધાં આવશે; સોનું અને લોબાન લઇને આવશે, યહોવાનાં સ્તોત્ર ગાતાં ગાતાં આવશે.

હિબ્રૂઓને પત્ર 13:10

અમારી પાસે બલિદાન છે. પરંતુ યાજકો જેઓ પવિત્ર મંડપોમાં સેવા કરે છે તેઓ તે બલિદાનમાંથી ખાઇ શકતા નથી.

પ્રકટીકરણ 21:14

શહેરની દિવાલો બાર પાયાના પથ્થરો પર બંધાયેલી હતી. અને તે પથ્થરો પર હલવાનના બાર પ્રેરિતોનાં નામ હતાં.

Interlinear

Choose Theme