Home Bibles ગણના 6:9 · ગુજરાતી બાઇબલ
ગણના 6:9 · ગુજરાતી બાઇબલ

“પરંતુ જો કોઈ વ્યક્તિનું અચાનક તેની પડખે જ અવસાન થાય અને તે અશુદ્ધ બને, તો સાત દિવસ પછી તેણે પોતાના અશુદ્ધ થયેલા માંથાના વાળ કપાવવા. કારણ કે તે દિવસે તેની શુદ્ધિ થાય છે.

Cross references

લેવીય 14:9

સાતમે દિવસે તેણે માંથાના, દાઢીના અને પોતાનાં ભમર તેમજ શરીર પરના બીજા બધા વાળ મૂંડાવી નાખવા. વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, પછી તે કોઢથી સંપૂર્ણ રીતે સાજે થયો એમ જાહેર થાય.

ગણના 6:18

“નાઝારી’ વ્રત ધારણ કરનારે પવિત્રમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવાં, અને એ સમર્પિત કરી શાંત્યાર્પણની નીચેના અગ્નિમાં હોમી દેવા.

ગણના 19:14

“જો કોઈ માંણસ તંબુમાં મૃત્યુ પામે તો તે માંટે આ નિયમો છે: તંબુમાં તે વખતે પ્રવેશ કરનારા અને મૃત્યુ સમયે હાજર રહેનારા સૌને સાત દિવસનું સૂતક લાગે.

યર્મિયાનો વિલાપ 44:27

અને ત્યાર પછી અંદરના ચોકમાં જઇ પાપાર્થાર્પણ ચઢાવવો, જેથી તેઓ ફરી મંદિરમાં ઉપાસના કરી શકે.” આ યહોવા મારા માલિક બોલે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 18:18

પાઉલ ભાઈઓ સાથે ઘણા દિવસો સુધી રહ્યો. પછી તેણે તેમની રજા લઈને વિદાય લીધી અને સિરિયા જવા વહાણ હંકાર્યું. પ્રિસ્કિલા અને અકુલાસ પણ તેમની સાથે હતા. કિંખ્રિયામાં પાઉલે તેનું માથું મુંડાવ્યું હતું. આ બતાવે છે કે તેણે દેવની પાસે માનતા લીધી છે.

પ્રેરિતોનાં ક્રત્યો 21:23

તેથી તારે શું કરવું તે અમે કહીશું અમારા ચાર માણસોએ દેવ આગળ પ્રતિજ્ઞા કરી છે.

ફિલિપ્પીઓને પત્ર 3:8

માત્ર તે જ વસ્તુઓ નહિ, પરંતુ હવે તો મને લાગે છે કે ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુને પામવાની મહાનતાની સરખામણીમાં કોઈ પણ વસ્તુ મહત્વની નથી. ખ્રિસ્તને કારણે મેં એ બધી વસ્તુઓનો ત્યાગ કર્યો અને હવે હું જાણું છું કે ખ્રિસ્ત આગળ તે બધી વસ્તુઓ તુચ્છ કચરા જેવી છે. આ રીતે મને ખ્રિસ્ત મળ્યો.

Interlinear

Choose Theme