Home Bibles ગણના 6:19 · ગુજરાતી બાઇબલ
ગણના 6:19 · ગુજરાતી બાઇબલ

“વ્રતધારીએ વાળ ઉતરાવ્યા પછી યાજકે નર ઘેટાનો બાફેલો ખભો તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લઈને તેના હાથમાં મૂકવાં.

Cross references

નિર્ગમન 29:23

યહોવા આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી.

લેવીય 7:30

તેણે પોતાને હાથે એ ભાગ લાવવો. તેણે ચરબી અને પ્રાણીની છાતી યાજક પાસે લાવવા. યાજકે છાતીને ઉચી કરવી અને આરતી અર્પણ કરીને યહોવાને અર્પણ કરવી.

લેવીય 8:27

અને આ બધું હારુન અને તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવા સમક્ષ આરતી કરી.

લેવીય 8:31

પછી મૂસાએ હારુનને અને તેના પુત્રોને કહ્યું, “યહોવાની આજ્ઞા મુજબ આ માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જઈ ત્યાં રાંધીને યાજકના દીક્ષાવિધિના અર્પણની ટોપલીમાંની રોટલી સાથે ખાજો.

1 શમુએલ 2:15

પરંતુ એલીના પુત્રોએ તેમ ન કર્યુ. ઘણી વખત વેદી પર ચરબી બળી જાય તે પહેલાંજ, યાજકનો સેવક અર્પણ કરનારાઓ પાસે આવતો અને કહેતો, “શેકવા માંટે યાજકને માંસ આપો. તે તમાંરી પાસેથી રાંધેલું માંસ નહિ સ્વીકારે; તે ફકત કાચું માંસ જ સ્વીકારશે.”

Interlinear

Choose Theme