Home Bibles ગણના 36:6 · ગુજરાતી બાઇબલ
ગણના 36:6 · ગુજરાતી બાઇબલ

સલોફદાહની પુત્રીઓ સંબંધી યહોવાએ વધારમાં આ આજ્ઞાઓ આપી છે: પોતાની પસંદગીની વ્યક્તિ સાથે તેઓ લગ્ન કરી શકે છે; પણ તે પોતાના જ કૂળસમૂહનો હોવો જોઈએ.

Cross references

ઊત્પત્તિ 24:3

હું તને આકાશ અને પૃથ્વીના દેવ યહોવાને નામે સમ દેવા ઈચ્છું છું કે, તું કનાનીઓની કોઈ પણ કન્યા સાથે માંરા પુત્રના વિવાહ થવા દઈશ નહિ. અમે લોકો કનાનીઓની વચમાં રહીએ છીએ, પરંતુ કોઈ પણ કનાની કન્યા સાથે તેના લગ્ન થવા ન દેશો.

ઊત્પત્તિ 24:57

રિબકાના ભાઈ અને માંએ કહ્યું, “અમે રિબકાને બોલાવીને પૂછીએ છીએ કે, તે શું ઈચ્છે છે?”

ગણના 36:12

તેઓએ યૂસફના પુત્ર મનાશ્શાના કુળસમૂહમાં તેમના કુટુંબમાં જ લગ્ન કર્યા, એટલે તેમની જમીન તેમના કૂળસમૂહમાં જ રહીં અને તેમનો વારસો સુરક્ષિત રહ્યો.

1 કાળવ્રત્તાંત 23:22

એલઆઝાર મરી ગયો ત્યારે તેને કોઇ પુત્ર નહોતો. બધી પુત્રીઓ જ હતી. તેના ભાઇ કીશના પુત્રો તેમને પરણ્યા.

2 કરિંથીઓને 6:14

જે લોકો અવિશ્વાસી છે તેવા તમે નથી. તેથી તેઓની સોબત ન રાખો. સારા અને નરસાનું સહઅસ્તિત્વ નથી હોતું. પ્રકાશને અંધકાર સાથે સંગત ન હોઈ શકે.

Interlinear

Choose Theme