Home Bibles ☰ Books ગણના 35:22 · ગુજરાતી બાઇબલ
ગણના 35:22 · ગુજરાતી બાઇબલ

“પણ જો કોઈ વ્યક્તિ દુશ્મનાવટ વગર કોઈને અકસ્માંતે ગબડાવી મૂકે અથવા તેને માંરી નાખવામના ઈરાદા વગત તેના ઉપર કોઈ હથિયાર ફેંકે,

Cross references

નિર્ગમન 21:13

પરંતુ જો એ વ્યક્તિએ કોઈ ચોક્કસ હેતુપૂર્વક ખૂન ના કર્યુ હોય, અને આકસ્મિક રીતે તેનું મૃત્યુ થયું હોય, તો તે વ્યક્તિને માંરી પસંદ કરેલી જગ્યાએ નાસી જશે, જ્યાં લોકો પોતાની રક્ષા માંટે ભાગી શકે છે.

ગણના 35:11

ત્યારે તમાંરે અમુક નગરોને આશ્રયનાં નગરો તરીકે પસંદ કરવાં જેમાં જે માંણસે અકસ્માંતે હત્યા કરી હોય તે આશ્રય લઈ શકે.

પુનર્નિયમ 19:5

કોઈ વ્યકિત પોતાના પડોશી સાથે જંગલમાં લાકડાં કાપવા જાય, અને ત્યાં લાકડાં કાપતાં કાપતાં કુહાડો હાથમાંથી છટકીને અન્ય વ્યકિતને વાગે અને એનું મૃત્યુ થાય, અને એવો ખૂની આ ત્રણ શહેરમાંથી કોઈમાં આશ્રય લે, તો તેનો જીવ બચી રહે.

યહોશુઆ 20:3

અને જો ત્યાં કોઈ માંણસે અકસ્માંતથી કે અજાણતાં કોઈનું ખૂન કર્યું હોય તો આનગરો તેમના માંટે ખૂનીના સગાઓથી છુપાવા માંટેનું આશ્રય સ્થાન બની રહેશે, જેથી જેઓ ખૂનીને માંરી નાખવા માંગતા હોય, તેનાથી રક્ષણ પામી શકે.

યહોશુઆ 20:5

જો બદલો લેવા માંગનાર વ્યક્તિ પણ તેનો પીછો તે શહેર તરફ કરે, તો શહેરના લોકોએ ખૂનીને તેના હાથમાં ન સોંપવો. કારણકે એણે ઈરાદા વગર પેલા માંણસનું ખૂન કર્યુ એને તેની સાથે વેર નહોતું.

Interlinear

Choose Theme