ગણના 34:13 · ગુજરાતી બાઇબલ
મૂસાએ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આજ્ઞા આપી, “આ પ્રદેશ તમાંરે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવાનો છે, યહોવાએ એ પ્રદેશ નવ આખા અને એક અડધા કુળસમૂહોને સોંપી દેવા જણાવ્યું છે.
Cross references
ગણના 26:55
પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે.
ગણના 34:1
યહોવાએ મૂસાને કહ્યું,
યહોશુઆ 13:7
હવે આ ભૂમિને નવ કુળસમૂહો અને મનાશ્શાના અર્ધા કુળસમૂહ વચ્ચે વહેંચી આપ.”
યહોશુઆ 14:1
આ ભૂમિઓ કનાનમાં છે જે ઇસ્રાએલીઓએ ફાળવણી દ્વારા મેળવી. વહેચણી યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના કુળસમૂહોના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.