Home Bibles ગણના 31:16 · ગુજરાતી બાઇબલ
ગણના 31:16 · ગુજરાતી બાઇબલ

આ એ જ સ્ત્રીઓ છે જેઓએ બલામની શિખામણ મુજબ પેઓરના પર્વત પર ઇસ્રાએલીઓને યહોવાનો ત્યાગ કરવા તથા મૂર્તિપૂજામાં લલચાવી ગઈ હતી, અને તેને કારણે જ ઇસ્રાએલી સમાંજમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.

Cross references

ગણના 24:14

હવે હું માંરા લોકો પાસે જાઉ છું પણ તે પહેલા તને સાવધાન કરતો જાઉ છું કે આ ઇસ્રાએલીઓ ભવિષ્યમાં તમાંરા મોઆબીઓના શા હાલ કરશે.”

ગણના 25:1

જયારે ઇસ્રાએલીઓએ શિટ્ટીમમાં મુકામ કર્યો હતો, ત્યારે એ લોકો મોઆબી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા.

ગણના 25:3

આમ ઇસ્રાએલીઓ પેઓરના બઆલને પૂજતા થઈ ગયા; એટલે યહોવા તેમના પર કોપાયમાંન થયા.

ગણના 25:18

પેઓરમાં તેમણે મિદ્યાની સ્ત્રીઓ દ્વારા તને ખેલ કરાવી, તમને મિથ્યા દેવ બઆલની પૂજા કરતા કર્યા, મિદ્યાની આગેવાનની પુત્રી કોઝબી નામની સ્ત્રી દ્વારા તેઓએ તમને ફસાવ્યાં. પછી મૂર્તિપૂજાને કારણે ઇસ્રાએલીઓ એક રોગથી મૃત્યુ પામ્યા. તેથી તેઓ તમાંરા દુશ્મનો છે.”

પુનર્નિયમ 4:3

“બઆલ-પેઓરમાં યહોવાએ જે કંઈ કર્યુ તે તમે પ્રત્યક્ષ જોયું છે. તમાંરા દેવ યહોવાએ તમાંરામાંથી જે કોઈ બઆલ દેવની પૂજા કરવા લાગ્યા હતા તે બધાનો સંહાર કર્યો.

યહોશુઆ 22:17

પેઓરના પાપને લીધે આપણે હજુ પણ સહન કરી રહ્યા છીએ. તે ભયાનક પાપને લીધે યહોવાએ જમાંત પર પ્લેગ મોકલ્યો હતો. અને આજ સુધી આપણે એ પાપથી શુંદ્ધ થયા નથી.

નીતિવચનો 23:27

વારાંગના એ ઊંડી ખાઇ છે અને પરસ્ત્રી એ આફતોથી ભરેલો કૂવો છે.

સભાશિક્ષક 7:26

તેથી મે જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટ દાયક છે, તે છે એક સ્ત્રી, જે એક ફાંસલા અને એક જાળ જેવી છે તથા જેના હાથ સાંકળ સમાન છે તે દેવતુલ્ય વ્યકિતને આકર્ષવાનો પ્રયત્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે; પરંતુ પાપી તેની જાળમાંથી છટકી શકતાં નથી.

2 પિતરનો પત્ર 2:15

આ લોકોએ સત્યનો પંથ ત્યાગી દીધો છે અને તેઓએ ખરાબ માર્ગ પસંદ કર્યો છે. બલામ ગયો હતો તે જ રસ્તાને તેઓ અનુસર્યા છે. બલામ બયોરનો પુત્ર હતો. ખોટા કામ કરવા માટે જે વળતર ચૂકવાનુ હતુ તેના પર તે મોહિત થયો.

પ્રકટીકરણ 2:14

છતાં પણ મારી પાસે તારી વિરુંદ્ધ થોડી એક વાતો છે: તારી સાથે કેટલાક લોકો છે. જે બલામના બોધને અનુસરે છે. બલામે બાલાકને શીખવ્યું કે ઈસ્રાએલના લોકોને પાપ કરતા શીખવે, તે લોકોએ મૂતિઓના નૈવેદ ખાઈને અને વ્યભિચાર કરીને પાપ કર્યું.

Interlinear

Choose Theme