“અને તારે હારુનના તથા તેના પુત્રોના હવાલામાં લેવીઓને સોંપી દેવા કારણ કે બધા ઇસ્રાએલીઓમાંથી તેમને સેવા કરવા માંટે પસંદ કરવામાં આવ્યા છે.
Cross references
આ રીતે તારે લેવીઓને બીજા ઇસ્રાએલીઓથી અલગ કરીને વિધિસર મને અર્પણ કરવા, જેથી લેવીઓ માંરા પોતાના થશે.
કારણ કે બધાં જ ઇસ્રાએલીઓ તરફથી તેઓ મને ઈનામરૂપે અપાયેલા છે. તેથી તેઓ માંરા પોતાના છે. ઇસ્રાએલી કુળના સર્વ પ્રથમજનિતોના બદલામાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે.
હવે મેં ઇસ્રાએલ સમાંજના સર્વ જ્યેષ્ઠ પુત્રોની અવેજીમાં લેવીઓને સ્વીકાર્યો છે,
હું તેમને હારુનને તથા તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી સેવા કરવા અને તેમના બદલે પ્રાયશ્ચિતવિધિ કરવા મુલાકાત મંડપમાં ભેટો તરીકે આપીશ. જેથી જ્યારે ઇસ્રાએલીઓ પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે મરકી કે કોઈ મુશ્કેલી તેમના પર ન પડે.”
તું અને તારા પુત્રો કરારનાં મંડપમાં સેવા કરો, ત્યારે તારા પિતાએ લેવીના કુળસમૂહના તારા બીજા જાતભાઈઓને પણ સાથે મદદમાં રાખવા.
હું તને ફરીથી કહું છું, મેં પોતે બધા ઇસ્રાએલીઓમાંથી તારા કુટુંબી લેવીઓને મુલાકાતમંડપમાં સેવા બજાવવા માંટે પસંદ કર્યો છે. તેઓ મને સમર્પિત થયેલા છે. જે મેં તમને ભેટ આપ્યા છે.
ગાયકગણોના આગેવાનોનાં નામ અને કુટુંબ: ગાયકગણનો આગેવાન હેમાન કહાથના કુટુંબનો હતો, તેના પૂર્વજો: યોએલ - શમુએલનો પુત્ર;
ત્યારપછી તેણે કહ્યું, “ફકત લેવીઓએ જ દેવનો કોશ ઊંચકવો. કારણકે તેમનો કોશ ઊંચકવા માટે તથા તેમની સેવા કરવા માટે યહોવાએ તેઓને પસંદ કર્યા છે.”
મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ
ત્યારબાદ તેમણે મૂસાના ગ્રંથમા લખ્યા મુજબ, યાજકોને અને લેવીઓને દેવનાં મંદિરની સેવા કરવા ટૂકડીવાર ફરીથી નીમી દીધા.
દાઉદે તથા તેના સરદારોએ મંદિરની સેવાને માટે જે નથીનીમને નીમ્યા હતા, તેઓમાંના 220 ને; એ બધાનાં નામ દર્શાવેલા હતાં.
તેથી ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે, “તે ઊંચે આકાશમાં બંદીવાનો સાથે ગયો, અને લોકોને દાન આપ્યાં.” ગીતશાસ્ત્ર 68:18
અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું.