Cross references
પછી ઇસ્રાએલના પુત્રોએ તે મુજબ કર્યુ; અને ફારુનની આજ્ઞા અનુસાર યૂસફે તેઓને ગાડાં આપ્યાં; ને માંર્ગને માંટે સીધું પણ આપ્યું.
યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ અને હારુને કુટુંબવાર ગણેલા એક મહિનાના અને તેની ઉપરની ઉમરના લેવી પુરુષોની સંખ્યા કુલ 22,000 હતી.
યહોવાએ આજ્ઞા કરી હતી તે મુજબ મૂસાએ તે રકમ હારુનને અને તેના પુત્રોને આપી દીધી.
આ બધાં કામો તેમણે હારુન અને તેના પુત્રોની આજ્ઞા મુજબ ગેર્શોનીઓએ કરવાનાં છે. અને ભાર ઊચકવાનું પવિત્રમંડપની કે સેવાનું જે કામ સોંપે તે તેઓએ કરવાનું છે.
યહોવાની આજ્ઞા અનુસાર મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.
યહોવાએ આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.
યહોવાની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને આ નોંધણીનું કાર્ય કર્યુ.
યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર દરેકને સેવાની અને ભાર ઉપાડવાની જવાબદારી સોંપવામાં આવી. આમ, યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર તેઓની નોંધણી કરવામાં આવી.
પછી લેવીવંશી યાજકોએ આગળ આવવું; કારણ, તમાંરા દેવ યહોવાએ તેમને પોતાની સેવા કરવા માંટે તથા યહોવાના નામે આશીર્વાદ આપવા પસંદ કરેલા છે, તથા બધા જ ઝઘડાઓ તથા માંરામાંરીના બનાવોનો તેમની આજ્ઞા પ્રમાંણે ચુકાદો આપવાનો છે.