Home Bibles ગણના 3:13 · ગુજરાતી બાઇબલ
ગણના 3:13 · ગુજરાતી બાઇબલ

એ લોકો માંરા ગણાશે, કારણ કે પ્રત્યેક પ્રથમ પુત્ર ઉપર માંરો હક છે, જ્યારે મેં મિસરના બધા પ્રથમ પુત્રોને માંરી નાખ્યા હતા ત્યારે મેં ઇસ્રાએલનાં બધાં જ પ્રથમ અવતરેલાંને માંરે માંટે રાખી લીધાં હતાં, પછી એ માંણસ હોય કે પશુ હોય, તેઓ માંરાં છે; હું યહોવા છું.”

Cross references

નિર્ગમન 12:29

અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો.

નિર્ગમન 13:2

“પ્રત્યેક ઇસ્રાએલીઓએ તેમનાં બધાં જ પ્રથમજનિત બાળકો મને સમર્પિત કરવાં. હવે ઇસ્રાએલીઓમાં જે કોઈ પ્રથમ પ્રસવનું હોય, પછી તે માંણસ હોય કે પશુ હોય તે માંરું ગણાશે.”

નિર્ગમન 13:12

જ્યારે તમને દેવ આ પ્રદેશ આપે ત્યાર બાદ તમે બધા તમાંરા પ્રથમજનિત પુત્રને યહોવાને સમર્પિત કરવાનું યાદ રાખજો. અને તમાંરાં પશુઓનાં પ્રથમ વેતરનાં બધાં નર બચ્ચાઓ યહોવાને સમર્પિત થવા જોઈએ.

નિર્ગમન 13:15

ફારુન હઠે ચડયો હતો, તેથી તેણે અમને બહાર જવા દેવાની ના પાડી, ત્યારે યહોવાએ મિસર દેશનાં બધાં પ્રથમ જન્મેલાં સંતાનોને, માંણસનાં અને ઢોરનાં બંનેનાં પહેલાં સંતાનોને માંરી નાંખ્યાં હતાં, તેથી અમે પ્રથમજનિત બધાં નર પશુઓ યહોવાને અર્પણ કરીએ છીએ, પણ અમાંરા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે નાણાં આપીને છોડાવીએ છીએ.’

નિર્ગમન 22:29

“તમાંરે તમાંરા ખેતરની ઊપજ તથા તમાંરા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમાંરો જયેષ્ઠ પુત્ર મને આપવો.

નિર્ગમન 34:19

“બધાં પ્રથમ પ્રસવનાં સંતાન માંરાં છે; તમાંરા પશુઓનાં બધા પહેલા વેતરના નર માંરા છે, પછી એ ગાયનો હોય કે બકરીનો હોય.

લેવીય 27:26

“કોઈ પણ વ્યક્તિએ બળદ અથવા ઘેટાનાં પ્રથમજનિતને ઐચ્છિકાર્પણ તરીકે યહોવાને ચઢાવવું નહિ, કારણ, એ તો યહોવાનું જ છે; પછી ભલે તે કોઈ પણ પશુનું હોય,

ગણના 3:41

અને તું એ પ્રથમજનિત ઇસ્રાએલના પુરુષોની અવેજીમાં મને લેવીઓ સમર્પી દે. હું યહોવા છું, એ જ રીતે ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરના વાછરડાના અવેજીમાં લેવીઓનાં ઢોર મને સોંપી દે.”

ગણના 8:16

કારણ કે બધાં જ ઇસ્રાએલીઓ તરફથી તેઓ મને ઈનામરૂપે અપાયેલા છે. તેથી તેઓ માંરા પોતાના છે. ઇસ્રાએલી કુળના સર્વ પ્રથમજનિતોના બદલામાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે.

ગણના 18:6

હું તને ફરીથી કહું છું, મેં પોતે બધા ઇસ્રાએલીઓમાંથી તારા કુટુંબી લેવીઓને મુલાકાતમંડપમાં સેવા બજાવવા માંટે પસંદ કર્યો છે. તેઓ મને સમર્પિત થયેલા છે. જે મેં તમને ભેટ આપ્યા છે.

ગણના 18:15

“તેઓ મને પ્રથમજનિત બાળકો અને પશુઓ અર્પણ કરે તે પણ તારાં છે. છતાં પ્રત્યેક પ્રથમજનિત બાળકની તથા અશુદ્ધ પ્રાણીની કિંમત લઈને તારે તેમને મુકત કરવાં.

ગણના 33:4

તે વખતે મિસરીઓ યહોવાએ માંરી નાખેલાં તેમનાં પહેલાં સંતાનોને દફનાવતા હતા. આમ યહોવા મિસરના બધા જ દેવો પર પરાક્રમી દેવ પૂરવાર થયા.

યર્મિયાનો વિલાપ 44:30

પહેલી ઊપજનો ઉત્તમ ભાગ અને મને ધરાવેલી તમામ વસ્તુઓ યાજકને મળે. અને જ્યારે તમે નવા અનાજની રોટલી બનાવો ત્યારે તમારે પહેલી રોટલી યાજકને અર્પવી, જેથી તમારા ઘર પર આશીર્વાદ ઊતરે.

લૂક 2:23

પ્રભુના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે પ્રમાણે, “પરિવારમાં જ્યારે પ્રથમ દીકરો જન્મ લે છે તેને પ્રભુને સારું પવિત્ર ગણવો જોઈએ.”

હિબ્રૂઓને પત્ર 12:23

પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે,

Interlinear

Choose Theme