અમાંવાસ્યાના દહનાર્પણ તથા દૈનિક યજ્ઞો અને તે સાથેના ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ વિશિષ્ટ અર્પણો છે. એ યહોવાની સુવાસિત આહુતિ છે.
Cross references
“તારે વેદી પર આટલી બલિ ચઢાવવી: પ્રતિદિન કાયમને માંટે એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવાં.
“હારુન અને તેના પુત્રોને દહનાર્પણને લગતા આ નિયમો આપ: “દહનાર્પણો વેદી પરની કઢાઈ ઉપર આખી રાત રાખવામાં આવે અને વેદીનો અગ્નિ સતત સળગતો રહે.
પ્રથમ દિવસે ‘યહૂદા’ના કુળસમૂહનો આગેવાન આમ્મીનાદાબનો પુત્ર નાહશોન અર્પણ લઈને આવ્યો.
“પરંતુ તમાંરી વચ્ચે કોઈ વિદેશી રહેતો હોય અને તે પાસ્ખા ઊજવવા ઈચ્છતો હોય તો તેણે પણ એના બધા નિયમો અને વિધિઓ પ્રમાંણે એ ઊજવવું જોઈએ. દેશના વતનીઓ તથા વિદેશીઓ સૌને માંટે એક જ નિયમ છે.”
“બલિ અર્પણ કરતી વખતે અર્પણ ચઢાવનારે એની સાથે આઠ વાટકા જીણા દળેલા લોટમાં ગેલનના ચોથા ભાગનું જૈતૂન તેલ ભેળવીને ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરવું.
પ્રત્યેક બલિદાન બળદ, ઘેટું કે બકરુ ચઢાવતી વખતે આ પ્રમાંણે કરવું.
અને જો આખા સમાંજે અજ્ઞાનતાને કારણે ભૂલ કરી હોય, તો તેઓ દહનાર્પણ તરીકે વાછરડું બલિદાનમાં આપે. અને તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ રજૂ કરે. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થશે. આ સાથે પાપાર્થાર્પણ માંટે એક બકરાનું પણ બલિદાન કરવું.
તમાંરે નિયત સમયે મને આગમાં બનાવેલું ખાદ્યાર્પણ ધરવું, તેની સુગંધ મને પ્રસન્ન કરે છે.” તેથી તમાંરે નીચે મુજબ અર્પણ ચઢાવવું. પ્રતિદિન તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરના બે નર હલવાનોનું દહનાર્પણ કરવું જ.
“પ્રત્યેક મહિનાના પ્રથમ દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં 2વાછરડા, એક ઘેટો અને 1વર્ષની ઉમર ના 7નર હલવાનો ખોડખાંપણ વગરના ચઢાવવાં.
તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નકકી કરેલા ધોરણ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવા.
તેઓએ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે માંડવાપર્વ ઊજવ્યો અને નિયમ પ્રમાણે દરરોજ જોઇતા પ્રમાણમાં દહનાર્પણો ચઢાવ્યા.