Home Bibles ગણના 28:31 · ગુજરાતી બાઇબલ
ગણના 28:31 · ગુજરાતી બાઇબલ

પ્રતિદિન નિયમિત ચઢાવવામાં આવતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણો તમાંરે લાવવાનાં છે. બલિદાન માંટેનાં પ્રાણીઓ ખોડખાંપણ વિનાના હોય તેની કાળજી રાખવી.

Cross references

લેવીય 1:3

“જો કોઈ અર્પણ ઢોરના દહનાર્પણનું હોય, તો તે બળદ હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે ઢોરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવવું જેથી યહોવા માંટેના તે અર્પણનો યાજકો સ્વીકાર કરે.

ગણના 28:3

તમાંરે નિયત સમયે મને આગમાં બનાવેલું ખાદ્યાર્પણ ધરવું, તેની સુગંધ મને પ્રસન્ન કરે છે.” તેથી તમાંરે નીચે મુજબ અર્પણ ચઢાવવું. પ્રતિદિન તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરના બે નર હલવાનોનું દહનાર્પણ કરવું જ.

ગણના 28:19

તમાંરે યહોવાને દહનાર્પણમાં 2વાછરડા, 1ઘેટો અને 1વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં 7હલવાનો ચઢાવવાં.

2 કાળવ્રત્તાંત 35:12

અને દહનાર્પણમાં હોમવાના ભાગ જુદા પાડી સામાન્ય પ્રજાજનોના કુટુંબોને મૂસાનાં નિયમોમાં જણાવ્યા મુજબ યહોવાને ચઢાવવા માટે, વહેંચી આપતા હતા. એવું જ બળદોનું પણ કરવામાં આવ્યું.

માલાખી 1:13

અને પછી કહો છો, આ કેવું કંટાળાજનક છે! તમે અપંગ, લૂલાં કે રોગી પશુઓ બલિ તરીકે ચઢાવો તો હું તેનો સ્વીકાર કરું ખરો? એમ યહોવા કહે છે.

Interlinear

Choose Theme