ગણના 26:4 · ગુજરાતી બાઇબલ
“યહોવાએ મૂસાને આજ્ઞા આપી છે તે પ્રમાંણે વીસ વર્ષ અને તેનાથી વધારે ઉમરના પુરુષોની વસ્તી ગણતરી કરો.” મિસરમાંથી આવેલા જે ઇસ્રાએલીઓ છે તે નીચે મુજબ છે:
Cross references
નિર્ગમન 12:51
અને તે જ દિવસે યહોવા ઇસ્રાએલી લોકોને જૂથોમાં મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા.
ગણના 1:1
ઇસ્રાએલીઓ મિસર દેશમાંથી નીકળી ગયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,
1 કાળવ્રત્તાંત 21:1
પછી શેતાન ઇસ્રાએલીઓ સામે લડવા તૈયાર થયો. તેણે દાઉદને વસ્તી ગણતરી કરવા ભડકાવ્યો.