‘બાલાક મને તેના ઘરનું બધું સોનું અને ચાંદી આપે, તોયે હું યહોવાની આજ્ઞાની વિરુદ્ધ જઈને માંરી મરજી મુજબ સારું કે ખરાબ કઈ જ ન કરી શકું. હું તો યહોવા જે કહેવાનું મને કહેશે તે જ કહીશ.’
Cross references
મૂસાએ કહ્યું, “આ દ્વારા તમને ખાતરી થશે કે મેં જે કંઈ કર્યું છે તે કરવા માંટે મને યહોવાએ મોકલ્યો છે; કારણ કે હું કાંઈ માંરી મરજી મુજબ આ બધાં કાર્યો કરતો નથી.
બલામે તેઓને કહ્યું, “આજની રાત તમે અહીં રહો, હું તમને યહોવા કહેશે તે જવાબ આપીશ.” તેથી મોઆબના આગેવાનો બલામ સાથે રાત રહ્યા.
બલામે બાલાકના માંણસોને જવાબ આપ્યો, “જો તે મને તેના મહેલમાંનું તમાંમ સોનું અને ચાંદી આપે તોયે હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં માંરા દેવ યહોવાની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી.
રાત્રી દરમ્યાન દેવે આવીને બલામને કહ્યું, “જો આ લોકો તને બોલાવવા આવ્યા હોય, તો તું ઝટ ઊઠીને તેમની સાથે જા, પણ હું તને કહું એટલું જ તું કરજે, અને તેનું ધ્યાન રાખજે.”