Home Bibles ગણના 14:45 · ગુજરાતી બાઇબલ
ગણના 14:45 · ગુજરાતી બાઇબલ

પછી પહાડી પ્રદેશમાં વસતા અમાંલેકીઓ અને કનાનીઓ તેમના પર તૂટી પડયા અને તેઓને હરાવ્યા, અને છેક હોર્માંહ સુધી તેઓને માંરી નસાડ્યા.

Cross references

નિર્ગમન 17:16

તેણે કહ્યું કે, “મેં માંરા હાથ યહોવાના સિંહાસન તરફ લંબાવ્યા એટલા માંટે યહોવાએ હંમેશની જેમ અમાંલેકી સાથે યુદ્ધ કર્યુ.”

ગણના 13:29

અમાંલેકીઓ દક્ષિણમાં રહે છે, હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ પહાડી પ્રદેશોમાં રહે છે, અને કનાનીઓ દરિયાકાંઠે અને યર્દનને કાંઠે રહે છે.”

ગણના 14:43

અમાંલેકીઓ અને કનાનીઓ તમાંરો સામનો કરવા ઊભા છે અને તમે તેમના શિકારનો ભોગ બનશો. કારણ તમે યહોવાને અનુસરવાનું ત્યજી દીધું છે, અને તેથી હવે યહોવા તમાંરી સાથે નથી.”

ગણના 21:3

યહોવાએ ઇસ્રાએલીઓની વિનંતી માંન્ય રાખી કનાનીઓને હરાવ્યા અને ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધા. ઇસ્રાએલીઓએ તેઓનો તથા તેમના નગરોનો સંપૂર્ણ નાશ કર્યો. અને તે જગ્યાનું નામ હોર્માંહ પાડયું.

પુનર્નિયમ 1:44

પરંતુ ત્યાં પર્વતોમાં વસતા અમોરીઓ તમાંરો સામનો કરવા બહાર નીકળી આવ્યા અને મધમાંખીઓ જેમ તમાંરો પીછો પકડી સેઇરમાં આવેલા હોર્માંહ આગળ તમાંરી સેનાને ભયંકર નુકસાન પહોચાડ્યું અને હાર આપી.

પુનર્નિયમ 32:30

એક માંણસ કહો શી રીતે હજારને હરાવે? 10,000 ને બે માંણસ કહો શી રીતે નસાડે? સિવાય કે ખડક સમાં યહોવાએ તેમને તજયા હોય; કે પછી તે સૌને દુશ્મનોના હાથમાં સોંપ્યા હોય.

યહોશુઆ 7:5

પરંતુ આ હુમલા દરમ્યાન ઇસ્રાએલના 36 માંણસો માંર્યા ગયા; અને બાકીનાને નગરના દરવાજાથી તે છેક (શબારીમ) પથ્થરની ખાણોસુધી પીછો કરવામાં આવ્યો અને ઢોળાવ પર તેઓને માંરી નાખવામાં આવ્યાં.આથી ઇસ્રાએલીઓએ તેમની હિમ્મત ગુમાંવી દીધી અને તેઓ ભયભીત થઈ ગયા.

યહોશુઆ 7:11

ઇસ્રાએલીઓએ પાપ કર્યુ છે અને માંરો કરાર તોડ્યો છે, જેને અનુસરવા મે આજ્ઞા કરી હતી. મે વિનાશ કરવા માંટે આજ્ઞા કરી હતી તે શાપિત વસ્તુઓમાંથી તેઓએ ચોરી કરી છે. અને એના વિષે તેઓએ કહ્યું નહિ. અને તેમણે ચોરેલી વસ્તુઓ છુપાવી દીધી છે.

ન્યાયાધીશો 1:17

ત્યારબાદ યહૂદાના લોકો અને શિમયોનના કુળસમૂહના લોકો તેના ભાઈઓ સાથે જઈને સફાથમાં વસતા કનાનીઓ જેઓ યહૂદામાં રહેતાં હતાં તેમની ઉપર હુમલો કર્યો અને શહેરનો નાશ કર્યો, આથી એ શહેરનું નામ હોર્માંહ પડયું.

1 શમુએલ 4:2

પલિસ્તીઓએ ઇસ્રાએલ સામે વ્યૂહ ગોઠવ્યો, યુદ્ધ જામ્યું. ઇસ્રાએલીઓ હાર્યા.પલિસ્તીઓએ લગભગ 4,000 ઇસ્રાએલીઓને રણભૂમિ ઉપર કાપી નાખ્યા.

1 શમુએલ 27:8

દાઉદ અને તેના માંણસો ગશૂરીઓ, ગિઝીર્ઓ, અને અમાંલેકીઓના પ્રદેશમાં ધાડ પાડવા નીકળી પડતા. એ લોકો જૂના જમાંનાથી શૂર અને મિસર સુધીના પ્રદેશમાં વસતા હતા.

ગીતશાસ્ત્ર 89:43

તમે તેમની તરવાર નીચી પાડી છે, અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.

Interlinear

Choose Theme