Home Bibles ગણના 14:30 · ગુજરાતી બાઇબલ
ગણના 14:30 · ગુજરાતી બાઇબલ

મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં વીસ વર્ષના અને તેની ઉપરના તમાંરામાંના કોઈ પ્રવેશવા પામશે નહિ. ફકત યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે.

Cross references

ઊત્પત્તિ 14:22

પરંતુ ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “મેં પૃથ્વી અને આકાશના સર્જનહાર યહોવા, પરાત્પર દેવ સમક્ષ સમ લધા છે કે,

ગણના 14:38

જેઓ દેશમાં તપાસ કરવા ગયા હતા, તે જાસૂસોમાંથી ફકત નૂનનો દીકરો યહોશુઆ અને યફૂન્નેહનો દીકરો કાલેબ જ જીવતા રહ્યા.

ગણના 26:65

કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.

ગણના 32:12

અપવાદરૂપે ફકત માંરામાં સંપૂર્ણ વિશ્વાસ રાખનાર કનિઝઝી યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ જેઓએ વચનના દેશમાં જવા માંટે લોકોને અનુરોધ કર્યો હતો.’

પુનર્નિયમ 1:36

ફકત યફૂન્નેહના પુત્ર કાલેબને તે પ્રદેશ જોવા મળશે. તે જે ભૂમિમાંથી ફરી આવ્યો છે તે હું તેને અને તેના વંશજોને આપીશ, કારણ, તે મને પૂરેપૂરો વિશ્વાસુ રહ્યો છે.’

ગીતશાસ્ત્ર 95:11

મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં, તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”

Interlinear

Choose Theme