Home Bibles ગણના 14:23 · ગુજરાતી બાઇબલ
ગણના 14:23 · ગુજરાતી બાઇબલ

મેં એમના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેઓમાંનો એક પણ દાખલ થવા પામશો નહિ, માંરી વિરુદ્ધ ફરી જનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ.

Cross references

ગણના 26:64

મૂસાએ અને યાજક હારુને સિનાઈના રણમાં વસ્તી ગણતરી કરી હતી, ત્યારે નોંધાયેલાઓમાંથી એક પણ માંણસ હયાત ન્હોતો.

ગણના 32:11

‘તે લોકો મને વિશ્વાસુ રહ્યા નથી તેથી મિસરમાંથી આવેલા એમાંના 20વર્ષ અને તેથી વધારે ઉમરના ઇસ્રાએલીઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે ભૂમિ આપવાનું વચન આપ્યુ હતું તેમાં તે પ્રવેશ કરશે નહિ.

પુનર્નિયમ 1:35

‘તમાંરા પિતૃઓને મેં જે સમૃદ્વ પ્રદેશ આપવાનું વચન આપ્યું હતું તે આ લોકોમાંના કોઈને-આ દુષ્ટ પેઢીમાંના કોઈને, જોવા ન દેવો.

નહેમ્યા 9:23

વળી તેં તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃદ્ધિ કરી, અને જે દેશ વિષે તેં તેઓના પૂર્વજોને કહ્યું હતું કે, તેઓ તેમાં પ્રવેશ કરીને તેમની ભૂમિ પ્રાપ્ત કરશે, તેમાં તું તેઓને લાવ્યો.

ગીતશાસ્ત્ર 95:11

મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં, તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”

ગીતશાસ્ત્ર 106:26

તેથી યહોવાએ રેતીનાં રણમાં તેમને મારી નાખવા સમ લીધા.

ચર્મિયા 18:10

પણ પછી તે પ્રજા પોતાના વિચારો બદલી નાખે અને દુષ્ટતા તરફ ફરે તથા મને આધીન થવાની ના કહે તો હું પણ મારા વિચારો ફેરવીશ અને મેં કહ્યું હતું તે પ્રમાણે હું તેઓને આશીર્વાદ આપીશ નહિ.

યર્મિયાનો વિલાપ 20:15

આથી મેં રણમાં પ્રતિજ્ઞા લીધી કે, મેં તેમને જે ભૂમિ આપવાનું નક્કી કર્યું હતું જ્યાં દૂધ અને મધની રેલછેલ છે અને જે સૌથી રળિયામણી છે- ત્યાં હું તેમને નહિ લઇ જાઉં.

હિબ્રૂઓને પત્ર 3:17

અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા.

હિબ્રૂઓને પત્ર 4:3

અમે જેઓએ તેનો સ્વીકાર કર્યો તે દેવના વિશ્રામમાં પ્રવેશ પામ્યા. દેવે જેમ કહ્યું છે, “મેં મારા ક્રોધમાં સમ ખાધા કે: તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 95:11 દેવે આ કહ્યું. પણ સંસારની ઉત્પત્તિ કર્યા બાદ દેવનું કામ પૂરું થઈ ગયું હતું.

Interlinear

Choose Theme