Home Bibles ☰ Books ગણના 14:2 · ગુજરાતી બાઇબલ
ગણના 14:2 · ગુજરાતી બાઇબલ

તેઓ બધા મૂસા અને હારુનની વિરુદ્ધ બડબડાટ કરવા લાગ્યા. “‘આના કરતાં તો અમે મિસરમાં કે અહીં અરણ્યમાં જ મૃત્યુ પામ્યાં હોત તો વધારે સારું થાત.

Cross references

નિર્ગમન 14:11

તેમણે મૂસાને કહ્યું, “તમે અમને મિસરમાંથી બહાર શા માંટે લાવ્યા? શું મિસરમાં કબરો નથી? તમે અમને આ રણપ્રદેશમાં મરવા શા માંટે લાવ્યા? અમે લોકો મિસરમાં શાંતિપૂર્વક મૃત્યુ પામત, મિસરમાં ઘણી કબરો હતી.

નિર્ગમન 15:24

પછી તે બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કરતાં કહ્યું કે, “આપણે પીશું શું?”

નિર્ગમન 16:2

તે પછી ઇસ્રાએલના બધા લોકોએ મૂસા અને હારુનની વિરુદ્ધ ફરીથી ફરિયાદ કરવાની શરૂઆત કરી.

નિર્ગમન 17:3

પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તે લોકોએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, “તમે અમને, અમાંરાં બાળબચ્ચાંને અને ઢોરઢાંખરને તરસે માંરવા શા માંટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યા?”

ગણના 11:1

લોકો પોતાની હાડમાંરીઓની ફરિયાદો યહોવા સમક્ષ કરવા લાગ્યા. યહોવા તે સાંભળીને તેઓના પર ગુસ્સે થયો. યહોવાનો અગ્નિ છાવણીના છેવાડેના લોકો વચ્ચે ભડભડી ઊઠયો અને તેનો છેડો બળી ગયો.

ગણના 11:15

જો માંરી પાસેથી તમે આ બધું કામ કરાવવા માંગતા હો, તો કૃપા કરીને હમણા જ મને માંરી નાખો; તમે માંરા ઉપર ભલાઈ કરતા હો, તો મને આગળ પણ દુઃખ ન જોવા દેતા.”

ગણના 14:27

“આ દુષ્ટ લોકો કયાં સુધી માંરી વિરુદ્ધ ફરિયાદો કર્યા કરશે? તેઓએ જે કહ્યું છે તે સર્વ મેં સાંભળ્યું છે.

ગણના 14:28

તું એ લોકોને જણાવ કે, ‘આ યહોવાનાં વચન છે: હું માંરા સમ ખાઈને કહું છું કે, તમે માંરા સાંભળતા જે બોલ્યા હતા તે જ પ્રમાંણે હું કરીશ.

ગણના 16:41

પરંતુ બીજે દિવસે સમગ્ર ઇસ્રાએલી સમાંજ મૂસાની અને હારુનની વિરૂદ્ધ એમ કહેતા કચવાટ કરવા લાગ્યો, “તમે જ યહોવાના માંણસોના મોત નિપજાવ્યા છે.”

ગણના 17:6

મૂસાએ ઇસ્રાએલીઓને વાત કરી, તેથી કુળસમૂહોના આગેવાનો તેની પાસે પોતપોતાની લાકડી લાવ્યા. અને હારુનની લાકડી પણ તે લાકડીઓ સાથે મૂકી.

ગણના 20:2

તે સ્થળે સમાંજ માંટે પૂરતું પાણી નહોતું તેથી બધા લોકો મૂસાની અને હારુનની વિરુદ્ધ ટોળે વળીને કચકચ કરવા લાગ્યા.

પુનર્નિયમ 1:27

તમે લોકોએ તમાંરા તંબુમાં બબડાટ શરૂ કર્યો કે, ‘યહોવા આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધાં જેથી તેઓ આપણા સૌનો વિનાશ કરે.

પુનર્નિયમ 9:23

અને પછી યહોવાએ તમને કાદેશ-બાનેર્આથી જયારે એમ કહીને મોકલ્યા કે, ‘જાઓ, મેં તમને જે પ્રદેશ આપ્યો છે તેનો કબજો લો.’ ત્યારે પણ તમાંરા દેવ યહોવાની સામે બંડ કર્યું. અને તે તમને મદદ કરશે એવો તમે વિશ્વાસ રાખ્યો નહિ. અને તેમની આજ્ઞાનું પાલન કર્યુ નહિ.

1 રાજઓ 19:4

અને તેણે એક આખો દિવસ મુસાફરી કરી, ત્યાં તે એક ઝાડ નીચે બેઠો અને પ્રાર્થના કરી કે પોતે મરી જાય, તેણે કહ્યું “યહોવા દેવ, માંરા પ્રાણ લઇ લો, હું માંરા પિતૃઓથી જરાય સારો નથી”

Interlinear

Choose Theme