Home Bibles ગણના 12:14 · ગુજરાતી બાઇબલ
ગણના 12:14 · ગુજરાતી બાઇબલ

યહોવાએ મૂસાને કહ્યું, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લજજીત ગણાત. તેથી તેને સાત દિવસ છાવણી બહાર એકાંતમાં મોકલો, ત્યારબાદ તેને પાછી છાવણીમાં લઈ આવજો.”

Cross references

લેવીય 13:4

“પરંતુ જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.

લેવીય 13:45

“જે વ્યક્તિને કોઢ થયો હોય તેણે પોતાનાં વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખરાયેલા રહેવા દેવા, ઉપરનો હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો. અને બૂમો પાડવી, હું અશુદ્ધ છું, હું કોઢી છું.

લેવીય 14:8

“જે માંણસ સાજો થયો છે તેને પોતાના વસ્ત્રો ધોઈ નાખવા. પોતાના માંથે મૂંડન કરાવવું અને પાણીમાં સ્નાન કરવું, એટલે તે શુદ્ધ થયો ગણાય, અને છાવણીમાં રહેવા માંટે પાછો ફરે. પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું.

ગણના 5:2

“ઇસ્રાએલી પ્રજાને તું એવું જણાવ કે, તેઓ પોતાની છાવણીમાંથી બધા જરફતપિત્તના દર્દીઓને, જેમના શરીરમાંથી સ્ત્રાવ થતો હોય તેઓને, તથા જેઓ શબના સ્પર્શથી અશુદ્ધ થયા હોય તેઓને છાવણીમાંથી બહાર કાઢી મૂકે.

પુનર્નિયમ 25:9

તો પછી તે વિધવા વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેનાં ચંપલ કાઢી નાખે અને તેના મુખ પર થૂંકે, પછી કહે, ‘જે માંણસ પોતાના ભાઈનો વંશ ચાલુ રાખવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય છે.’

2 કાળવ્રત્તાંત 26:20

મુખ્ય યાજક અઝાર્યા અને બીજા યાજકોએ તેના તરફ જોયું તો તેના કપાળ પર કોઢ જણાયો, અને તેને એકદમ મંદિરની બહાર હડસેલી મૂક્યો. યહોવાએ તેને સજા કરી હતી. તેથી તે પોતે પણ બહાર જવા માટે આતુર હતો.

અયૂબ 17:6

દેવે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે; તેથી લોકો મારા મોઢા પર થૂંકે છે.

અયૂબ 30:10

તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી. મારા મોં પર થૂંકતા પણ તેઓ અચકાતા નથી.

યશાયા 50:6

મારનાર તરફ મેં પીઠ ધરી છે અને વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનાર અને થૂંકનારથી મેં મારુ મુખ સંતાડ્યું નથી.

માથ્થી 26:67

પછી ત્યાં લોકો ઈસુના ચહેરા પર થૂંક્યા અને તેઓએ તેને મૂક્કીઓ મારી. બીજા લોકોએ ઈસુને થબડાકો મારી.

હિબ્રૂઓને પત્ર 12:9

આપણા સંસારી પિતા આપણને શિક્ષા કરે છે છતાં આપણે તેનું માન જાળવીએ છીએ. તો પછી સાચું જીવન જીવવા માટે આપણા આત્માઓના પિતાને આપણે વધારે આધિન થવું જ જોઈએ. તે વધારે મહત્વનું છે. જે કાંઈ શિક્ષા કરે તે આપણે સ્વીકારવી જ જોઈએ.

Interlinear

Choose Theme