પરંતુ જો એક જ રણશિંગડું વગાડવામાં આવે, તો ફકત ઇસ્રાએલ પ્રજાના કુળોના મુખ્ય આગેવાનોએ તારી સમક્ષ આવવાનું છે.
Cross references
વધારામાં દેવનો ડર રાખનાર, તથા સર્વ લોકોમાંથી હોશિયાર અને વિશ્વાસપાત્ર હોય, તથા લાંચરૂશ્વતને ધિક્કારતા હોય એવા માંણસોને પસંદ કરીને તેઓને હજાર હજાર, સો સો, પચ્ચાસ પચ્ચાસ અને દશ દશ માંણસોના ઉપરીઓ નિયુક્ત કરો.
પ્રત્યેક કુળસમૂહના એક આગેવાન પુરુષને તમાંરી મદદમાં રહેવા કહો.
તે બધા પુરુષો તેઓના કુટુંબોના આગેવાનો હતા. લોકોએ તેઓને તેમના કુળસમૂહના આગેવાન તરીકે પસંદ કર્યા.
ત્યારપછી ઇસ્રાએલનાં કુળસમૂહોના આગેવાનોમાંથી પસંદ કરેલા પુરુષો પોતાનાં અર્પણો લાવ્યા. તેઓ કુળોના મુખ્ય આગેવાનો હતાં અને તેઓએ વસ્તી ગણતરીના કામમાં મદદ કરી હતી.
“તેથી પ્રત્યેક કુળમાંથી હોશિયાર અને અનુભવી માંણસોને મેં પસંદ કર્યા અને તેઓને તમાંરા આગેવાનો અને અમલદારો તરીકે નિમ્યા; કેટલાકને 1,000ના, કેટલાકને100ના, કેટલાકને 50ના તો કેટલાકને 10ના આગેવાનો બનાવ્યા. અને મેં બીજાને પ્રત્યેક કુળસમૂહના અમલદારો નીમ્યાં.