પરંતુ અમારી તરફ જુઓ, અમે તે જમીનમાં ગુલામ છીએ, જે તંે અમારા પૂર્વજોને આપી હતી, જેથી તેઓ એના ફળો અને ઉત્તમ ઉપજનો આનંદ માણી શકે.
Cross references
તેથી તમે તમાંરા દુશ્મનોના ગુલામ બની જશો. યહોવા તમાંરા દુશ્મનોને તમાંરી વિરુદ્ધ લાવશે અને તમે ભૂખ્યા, તરસ્યા અને નગ્ન રહેશો અને પ્રત્યેક વસ્તુની અછત અનુભવશો. તેઓ તમાંરી ડોક પર લોખંડી ઝૂંસરી લાદશે અને છેવટે તમે મોતને ભેટશો.
પરંતુ એ લોકોએ શીશાકના ગુલામ થવું પડશે, અને ત્યારે તેમને સમજાશે કે મારી સેવા કરવામાં અને વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે.”
કારણ, અમે તો ગુલામ છીએ; તેમ છતાં અમારી ગુલામ દશામાં પણ તમે અમને ભૂલી નથી ગયા, અને તમે ઇરાનના રાજાના હૃદયમાં અમારા માટે દયા જગાડી છે અને તેમણે અમને જીવતદાન તો આપ્યું જ છે, ઉપરાંત અમારા દેવના મંદિરનો જીણોર્દ્ધાર કરી ફરી બાંધવાની પરવાનગી આપી છે, અને યહૂદામાં અને યરૂશાલેમમાં અમને દીવાલ આપી છે.
પીવાના પાણીના પૈસા આપવા પડે છે. અને લાકડાં પણ વેચાતાં લેવા પડે છે.